અમદાવાદમાં વસંત સિનેમા પાસે આગ, ફાયરની ૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદમાં હાલ વસંત સિનેમા પાસે આગ લાગી છે જેને પગલે અફરા તફરી મચી ગઈ હતી. અમદાવાદમાં ફરીથી આગની ગોઝારી ઘટના બની છે. ત્યારે યુદ્ધાના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વસંત સિનેમા પાસે ભીષણ આગ લાગી છે. આ આગ અમૃત ટ્રાન્સપોર્ટમાં આગ લાગી છે. તાબડતોડ ફાયરની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.