નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી ભરી વળ્યું ઉભા પાકને નુકશાન
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પણ ક્યારેક કેનાલોના નબળા કામોના લીધે આ કેનાલોમાં મસમોટા ગાબડા પડતા ખેડૂતો માટે આશિર્વાદ સમી આ નર્મદા કેનાલ ક્યારેક ખેડૂતો માટે અભિશાપરૂપ બનવા પામે છે. એમાય ઝાલાવાડ પથંકમાંથી પસાર થતી કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાના લીધે આ કેનાલોના કામ નબળા અને નિમ્ન અને હલકી ગુણવત્તાવાળા થયા હોવાની પોલ ઉઘાડી પડી જાય છે. હળવદના કડીયાણા નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરો કેનાલના ચિક્કાર પાણીથી જળબંબાકાર થઇ ગયા હતા. મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં ગાબડું પડવાથી કપાસના પાકમાં પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. એમના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
હળવદ તાલુકાના કડીયાણા ગામના બચુભાઈ કોળી અને અન્ય એક ખેડૂતના ઉભા કપાસમાં પાણી ભરાયા હતા અને ખેતરોમાં ઉભા મોલમાં પાણી ભરાવાને કારણે કપાસ બળી જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. આ પથંકના ખેડૂતો પાસેથી જાણવા મળેલી ચોંકાવનારી હકીકતો મુજબ વરસાદી પાણીના નિકાલના અભાવે દર ચોમાસે કેનાલમાં ગાબડાં પડતા હોવાનું જાણવા મળ્યું હતુ.
હળવદના કડીયાણા નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરો કેનાલના ચિક્કાર પાણીથી જળબંબાકાર થઇ ગયા હતા. મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં ગાબડું પડવાથી કપાસના પાકમાં પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. એમના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.