ઊનામાં તાઉતે વાવાઝોડાના ૨૧૦ દિવસ બાદ પણ ૧૨૦ લાભાર્થીને હજુ પણ સહાય નથી મળી
ગુજરાત રાજ્ય માં ઊનામાં તાઉતે વાવાઝોડાના ૭ મહિના વિતી ગયા હોવા છતાં પણ ઘર મકાનમાં થયેલા નુકસાનીનાં ૧૨૦ જેટલા લાભાર્થીઓ સહાયથી વંચિત છે. તેમજ ખેતીવાડીમાં નુકસાન પામેલા ૭૯ ખેડૂતોને ખેતી પાકોને નુકસાનીનું વળતર પણ અપાયું નથી. જેથી અસરગ્રસ્તો રોષે ભરાયા છે.
ઊના તાલુકાના ઉમેજ ગામના સરપંચ ઉપસરપંચ સભ્યોએ અંનેકવાર પંચાયત તલાટી મંત્રી તેમજ તાલુકામાં વિકાસ અધિકારીને આ બાબત લેખિત મૌખીક રજૂઆતો કરી છે. તેમ છતાં તાલુકામાં બેસેલા જવાબદાર, આળસું અધિકારીઓ દ્વારા અરજદારોને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી. અને વાવાઝોડા સમયે સર્વે કરનારાઓએ પોતાના લાગતાં વળગત લોકોને તાત્કાલીક સહાય ચુંકવી દેવામાં આવી છે. જ્યારે ખરેખર નુકસાની થયેલાં અસરગ્રસ્તો સહાય માટે કચેરીના ધક્કા ખાય રહ્યા છે.