વિશ્વભરમાં જાણીતા હતા ચિપકો આંદોલનના પ્રણેતા પર્યાવરણવિદ ‘સુંદરલાલ બહુગુણા’
સુંદરલાલ બહુગુણાનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ ઉત્તરાખંડના મરોડા ગામમાં થયો હતો. તેમણે શરૂઆત નું ભણતર ટિહરીમા પૂરુ કર્યુ હતુ ત્યારબાદ એમણે બીએ. એમએનું શિક્ષણ લીધુ હતુ. 17 વર્ષની ઉમરે રાજનીતી અને સમાજસેવામા જોડાયા હતા, તેમણે હરિજન સેવા, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામ જાગરણ જેવા આંદોલનો કર્યા હતા. તેમણે દલિત વર્ગોના વિદ્યાર્થીઓ માટે ટિહરીમાં ઠક્કર બાપા હોસ્ટેલની સ્થાપના કરી હતી.
એક સામાજિક કાર્યકર્તા તરીકે તેમણે વૃક્ષ માનવ સંસ્થાની સ્થાપના કરી હતી. દારૂની દુકાનો ખોલવાના વિરોધમા પણ આન્દોલન ચલાવ્યુ હતુ. આ સિવાય તેઓ એક લેખક અને પત્રકાર પણ હતા. ઉત્તરાખંડમાં 120 દિવસ, ઉતરાખંડ પ્રદેશ અને પ્રશ્ન, બાગી ટિહરી, હમારે વન ઓર જીવનપ્રાણ, ભૂ પ્રયોગ મે બુનિયાદી પરિવર્તન કી ઓર, તેમની અમુક રચનાઓ હતી.
તેઓ હિમાલયના પર્યાવરણ અને જંગલમાં રહેતા લોકોના હકકો માટે અવાજ ઉઠાવતા રહયા હતા આથી તેમને હિમાલયના પ્રહરી કે રક્ષક તરીકેની ઉપમા મળી હતી.
તેઓ હિમાલય વન ક્ષેત્રના કુદરતી પર્યાવરણને બચાવવા માટે લાંબી લડાઇ લડયા હતા. આ એક એવું સ્વયંભુ અને વિકેન્દ્રીત આંદોલન હતું જેમાં મહિલાઓ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. કઠિયારાઓ વૃક્ષને કાપવા આવે ત્યારે વૃક્ષને ચિપકી જવાની લાગણીશીલ વર્તણુક આંદોલનના પાયામાં હતી આથી જ તો વૃક્ષો કાપતા અટકાવવાનું આંદોલન ચિપકોના નામથી મશહૂર થયું હતું. ૧૯૮૭માં ચિપકો આંદોલનને રાઇટ લાઇવલી હુડ એવોર્ડ મળ્યો હતો જે પર્યાવરણ અને જંગલ સંરક્ષણના ક્ષેત્રે ખૂબ પ્રતિષ્ઠાભર્યો છે.
૧૯૮૧ થી ૧૯૮૩ દરમિયાન સુંદરલાલે હિમાલયન વિસ્તારની ૫૦૦૦ કિમી લાંબી પગપાળા યાત્રા કરીને વૃક્ષો અને પર્યાવરણના જતનને જન સામાન્યનો મુદ્વો બનાવી દીધો હતો. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે પર્યાવરણ મુદ્વે સુંદરલાલે બેઠક પણ કરી હતી. ગાંધીવાદી સુંદરલાલે પર્યાવરણના રક્ષણ માટે અહિંસક અને શાંતિપૂર્ણ આંદોલનની પરંપરા ઉભી કરી હતી.
94 વર્ષીય સુંદરલાલ બહુગુણાનું નિધન 21 મે 2021ના રોજ ઋષિકેશ સ્થિત એઇમ્સ હોસ્પિ ખાતે કોરોના વાયરસ સહિત અનેક બિમારીના કારણે થયું.