સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિ 16 મેના રોજ ઉજવવામાં આવશે

અજમેર: વીર શિરોમણી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની 857મી જન્મજયંતિ 16 મેના રોજ રાજસ્થાનના અજમેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.

અજમેરમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સમારોહ સમિતિના સંયોજક કંવલ પ્રકાશ કિશનાનીએ જણાવ્યું હતું કે અજમેરમાં ઐતિહાસિક તારાગઢ પર્વતની તળેટીમાં સ્થાપિત “પૃથ્વીરાજ સ્મારક” ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ગત  પખવાડિયા દરમિયાન યોજાયેલા વિવિધ સ્પર્ધાઓ તથા સાંસ્કૃતિક તેમજ  બૌદ્ધિક કાર્યક્રમોના વિજેતાઓને  કોટા રાજવી પરિવારના મહારાજાના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે. તેમજ ડાયનેમિક સ્પીકર્સ પોતાનું સંબોધન આપશે.

ઉલ્લેખનીય છે કે  તીરંદાજી અને શબ્દ-વિચ્છેદ તીર ચલાવવામાં પારંગત અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સ્મારકનું નિર્માણ તત્કાલીન અજમેર સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ ઓમકાર સિંહ લખાવતે કરાવ્યું હતું અને તેનું લોકાર્પણ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. ત્યારથી, સમિતિ આ સ્થળે પૃથ્વીરાજ ચૌહાણ જયંતિની ઉજવણીનું આયોજન કરી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news