અર્થ તત્વ – એક બેજોડ સામગ્રી સંયોજન જે કુદરતી સંસાધનો માટેના ખાણકામને 60% સુધી ઘટાડી શકે છે; જે 2020 માટે જેમ્સ ડાયસન એવોર્ડ નેશનલ વિજેતા છે

ઔદ્યોગિક ક્રાંતિએ અનેક નવીતાઓને જન્મ આપી તકનીકી પ્રગતિના એક યુગની શરૂઆત કરી છે, કે જેઓ આજે વૈશ્વિક બજારમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વ્યાપક સ્તરે ઉત્પાદનના માધ્યમથી વર્તમાન પ્રણાલીએ પાછલી પેઢીઓ માટે ન માત્ર ભૌતિક સુવિધાને અકલ્પનીય બનાવી દીધી છે, પરંતુ ટેક્નોલોજીને સુલભ અને સસ્તી બનાવી દીધી છે.

જો કે, વર્તમાન ઉત્પાદન પ્રક્રિયા જે કાચા માલ પર આધારિત છે, જેને ફરીથી ઉપયોગ કરી શકાતો નથી અને તે અનેક ગણા કચરા સુધી દોરી જાય છે, જે વ્યવસાયો કે પર્યાવરણ માટે ટકાઉ નથી.  

કચરો અને પ્રદૂષણ આલેખન સ્તરે લીધેલા નિર્ણયના ઉત્પાદન દ્વારા ઉદભવે છે.

આ વર્ષે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અમદાવાદમાંથી ઈન્ડિયન નેશનલ જેમ્સ ડાયસન એવોર્ડ વિનર શશાંક નિમકરે તેમની શોધ – અર્થ તત્વ સાથે સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કર્યો.

અર્થ તત્વ સર્ક્યુલર ઇકોનોમીના વિચારથી પ્રેરિત છે, જ્યાં કચરાને ડિઝાઇનની ખામી તરીકે જોવામાં આવે છે અને જેમાં મોનો-મટિરિયલ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેને ક્લોઝ-લૂપ ઝીરો-વેસ્ટ મેન્યુફેક્ચરીંગ હેઠળ બહુવિધ ઉત્પાદન ચક્ર માટે રિસાયકલ કરી શકાય છે.

અર્થ તત્વ એક વિશેષ સામગ્રી સંયોજન છે જે કુદરતી સંસાધનો માટે ખાણકામને ઘટાડે છે, જે બાદમાં ઔદ્યોગિક સિરામિક કચરાના રિસાયકલિંગના માધ્યમથી 60% સુધી ઘટી જાય છે. આ વિશેષ સામગ્રીની રચના ઝીરો-વેસ્ટ ઉત્પાદન પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવે છે, જે સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોનું પાલન કરે છે અને ટકાઉ અને જવાબદાર વપરાશ અને ઉત્પાદન પેટર્નની ખાતરી કરવા માટે યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી 12)ને પણ સમર્થન આપે છે.

અર્થ તત્વ માટે શશાંક આસપાસના ઉત્પાદક ક્લસ્ટરમાંથી ‘ગ્રોગ’ નામના પોસ્ટ-ઇન્ડસ્ટ્રિયલમાંથી નકારાયેલા સિરામિકની પીસી નાંખેલા સ્વરૂપે ખરીદી કરે છે, જે કાચા માલ (60%- 70%ની વચ્ચે) અને શુદ્ધ માટીના મુખ્ય ભાગનું નિર્માણ કરે છે. આ શુદ્ધ માટી કુદરતી બાઇન્ડર તરીકે કાર્ય કરે છે, જે ગ્રોગને આકાર આપવામાં મદદ કરે છે. જોકે, માટી સ્વાભાવિક રીતે ભઠ્ઠી પ્રક્રિયા બાદ સિરામિકમાં પરિવર્તિત થઇ જાય છે, આ અનિવાર્ય રીતે મોનો-મટિરિયલની સાથે કામ કરવા જેવું છે, જે કોઇ સામગ્રીને અપસાયકલિંગ અથવા રિસાયકલિંગ કરતા સમયે ખૂબ જ મોટો ફાયદો છે. ‘સ્લિપ કાસ્ટિંગ’ તરીકે ઓળખાતી કાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને આ સામગ્રીને બાદમાં કોઇપણ આકાર અને કદમાં ઢાળી શકાય છે. ગ્રોગના ઉચ્ચ ગુણોત્તરનો અર્થ છે કે સંયોજનમાં એક ઝડપી ડ્રાઇંગ સાયકલ છે, જે તેની ઉત્પાદન ઉપજને વધારે છે અને ભઠ્ઠીમાં ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે. તે 1120°C પર પરિપક્વ થાય છે, જ્યારે શુદ્ધ સામગ્રી 1220°C પર પરિપક્વ થાય છે.

ધ સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીજીસીઆરઆઈ) કે જે કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડ્રસ્ટ્રિયલ રિસર્ચ, ભારત (વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય) અંતર્ગત રાષ્ટ્રીય સંશોધન સંસ્થા છે તેણે અર્થ તત્વને પારંપરિક સિરામિકથી 35%થી વધુ મજબૂત જણાવ્યું છે, તેથી ઓછા સાથે વધુ સારૂ કામ કરે છે.

27 વર્ષીય શશાંકે જણાવ્યું, “હું  કચરાને મૂલ્યવાન સ્ત્રોતોમાં પરિવર્તિત કરવાના વિચારથી હંમેશા મોહિત રહ્યો છું. ડિઝાઇન સોલ્યુશન પર કામ કરતા સમયે હું ઘણી વાર આશ્ચર્ય પામું છું કે ઉત્પાદનો અને સામગ્રીના અંત સમયમાં તેમનું શું થતુ હશે. આ પ્રોજેક્ટ પર હું સ્વયંને પૂછતો રહ્યો છું કે હું એક કાર્યાત્મક કે સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણથી માત્ર અંદરથી વહેંચાયેલા મૂલ્યોને કેવી રીતે જોડી શકુ છું. આ રીતે ઉત્પાદન બનાવવા સામે સર્વવ્યાપક સામગ્રીની કલ્પના કરવામાં આવી હતી, પ્રથમ દિવસથી તેનો ઉદ્દેશ ક્લોઝ-લૂપ સામગ્રી બનાવવાનો હતો, જેને ઝીરો-વેસ્ટ ઉત્પાદન પ્રક્રિયામાં સમાવી શકાય.”

“એક પ્રાચીન સામગ્રી કે જેને માનવજાત દ્વારા રૈખિક કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે છે માટી. પુરાતત્વશાસ્ત્રએ આપણને દર્શાવ્યું છે કે સિરામિક્સ સદીઓથી બાયોડિગ્રેડ થતું નથી. અર્થ તત્વ એક અદ્વિતીય સામગ્રી સંયોજન છે જે પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સિરામિક કચરાને એક સર્વવ્યાપક પુનઃઉપયોગી સામગ્રીમાં પરિવર્તિત કરી દે છે.”

જેમ્સ ડાયસન અવોર્ડનો રાષ્ટ્રીય એવોર્ડ જીતવા અર્થ તત્વ યોજનામાં £2,000 (આશરે 190,000) આપવામાં આવશે.

બાહ્ય જ્યુરી સભ્ય અને બિન લાભકારી સંસ્થા એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટરના, સીઈઓ અને કો-ફાઉન્ડર શ્રી શ્રીજન પાલ સિંઘે જણાવ્યું, “માનવ મસ્તિકમાં નિર્ણાયક પડકારોનો ઉકેલ લાવવાની અપ્રિતમ ક્ષમતા છે. આપણી આસપાસના કેટલાક સૌથી નવીન ઉત્પાદનોને કેટલાંક ખૂબ જ નિર્ણાયક સમયમાં બનાવવામાં આવ્યા હતા. તેથી જ નવીનતાઓને દર્શાવવા અને સમર્થન આપવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડવુ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જેમ્સ ડાયસન એવોર્ડ તે જ પુરૂ પાડી રહ્યું છે. જ્યારે હું કાળજીપૂર્વક તમામ પ્રવેશોના માધ્યમથી આગળ જઇ રહ્યો હતો ત્યારે મને તે ખૂબ જ ઉત્સાહજનક લાગ્યું કે સહભાગીઓએ કરૂણાપૂર્વક અને સમાધાન કેન્દ્રિત વિચાર્યું કે કેવી રીતે તેમના વિચાર સ્વતંત્ર રૂપે અને ટકાઉપણાથી માનવજીવનમાં સુધારો લાવી શકે છે.”

શશાંક હાલમાં અર્થ તત્વ પ્રોજેક્ટને સ્ટાર્ટ-અપમાં પરિવર્તિત કરવાની દિશામાં કાર્ય કરી રહ્યાં છે અને આ શોધને લઇને વિવિધ વ્યક્તિઓ અને પ્રોડક્શન યુનિટ્સ તરફથી અઢળક પૂછપરછ મળી રહી છે. “આ ટેબલવેર પ્રોડક્શન પર્યાવરણ પ્રત્યે સભાન આતિથ્ય વ્યવસાયોમાં માંગ ધરાવે છે. જે વ્યવસાયો ઓછા જૈવિક પદચિહ્ન પર કામ કરતા પોતાના મહેમાનોની સેવા કરવા ઇચ્છે છે અને જૈવિક ખાદ્ય પદાર્થો પીરસનારા લોકોએ આ રિસાઇકલ સિરામિક વાસણોનો ઉપયોગ કરવામાં રૂચિ દર્શાવી છે. હું તેમના કામ પ્રત્યે ટકાઉ અને બેજોડ દ્રષ્ટિકોણ માટે જાણીતા ડિઝાઇનર્સ અને વાસ્તુકારોની સાથે પણ વાત કરી રહ્યો છું, જેઓએ તેમના પ્રોજેક્ટ્સ માટે આ સામગ્રીનો ઉપયોગ કરવામાં રૂચિ દર્શાવી છે.” – તેમણે જણાવ્યું.

આ વર્ષે જેમ્સ ડાયસન એવોર્ડ ઈન્ડિયાએ 241 પ્રવેશ મેળવ્યા છે, જેમાંથી 93 પ્રવેશને પ્રસ્તુત ધોરણોના પાલનના આધાર પસંદ કરવામાં આવ્યા અને પ્રસ્તુત માપદંડો સાથે વહેંચી જ્યુરીના સભ્યો સાથે વહેંચવામાં આવ્યા.

ઉપ વિજેતા

ઉપ વિજેતાઓમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (ચેન્નઇ) દ્વારા રજૂ કરાયેલ શોધ ક્યુબની ટીમ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન અમદાવાદની દ્રષ્ટિની ટીમ વચ્ચે ટાઇ થવા પામી હતી.

ક્યુબ

સમસ્યાઃ બદનસીબે વૈશ્વિક સ્તરે આશરે 285 મિલિયન અને ભારતમાં 40 મિલિયન લોકો આંશિક અથવા  સંપૂર્ણ દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે. કોમ્પેક્ટ, નેવિગેશન અને ઝડપી સંચાર (મુખ્ય મુદ્દા) બન્ને માટે અંધજનો માટે ઉપયોગી ઑલ-ઇન-વન ઉપકરણની ગેરહાજરીએ અંધજનોની વિસ્તૃત જરૂરિયાતોને સમજવા માટે અને એક ઉકેલની દિશામાં કામ કરવા માટે આઈઆઈટી મદ્રાસની ટીમને પ્રોત્સાહિત કર્યા.

ઉકેલઃ

ક્યુબ એક કોમ્પેક્ટ સહાયક ઉપકરણ છે, જે સ્થાન દ્વારા અંધજનોને સ્વ-નેવિગેટ કરવામાં મદદ કરવા માટે એક સ્માર્ટફોન પોર્ટમાં બંધ બેસે છે, જે એક વધારાના કેમેરાની મદદથી લોકો અને વસ્તુઓને ઓળખે છે, સાથે જ નાની રિફ્રેશબલ બ્રેલ કોશિકાઓની સાથે બ્રેલ શીખવે છે અને ભણાવે છે.

ટીમના સભ્યોઃ સુંદર રામન પી, આદિલ મોહમ્મદ, શિવમ મહેશ્વરી, એન્ડ્રેયા ઈલેજાબેથ બિજુ

દ્રષ્ટિ

સમસ્યાઃ નાણાકીય વ્યવહાર એ એક વિશેષ દ્રષ્ટિ પર આધારિત છે અને કેટલીક વસ્તુઓને હંમેશા માન્ય રાખવામાં આવે છે. પરંતુ દ્રષ્ટિહીન લોકો માટે રૂપિયાની લેવડ-દેવડનું કાર્ય આટલું સરળ અને સામાન્ય નથી અને આજ કારણ છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદની ટીમ એક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે અને દ્રષ્ટિહીનનો સરળતાથી આ કાર્ય કરવાની પરવાનગી આપે છે.

ઉકેલઃ

દ્રષ્ટિ એક એવુ ઉત્પાદન છે, જેની રચના દ્રષ્ટિહીન લોકોને ભારતીય ચલણની નોટની ઓળખ કરવા માટે  સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે. ટેમ્પલેટની પહોળાઇ માટે ટેમ્પલેટની ઊંચાઈના સંયોજનના માધ્યમથી એક વ્યક્તિ જે હાલમાં ચલણમાં છે તે 12 નોટમાંથી દરેકની ઓળખ કરી શકે છે.

ટીમના સભ્યોઃ મૃદુલ ચિલમુલવાર, માની તેજા લિંગાલા

તસવીરઃ https://we.tl/t-6LZJb6lKxT

જેમ્સ ડાયસન ઓવોર્ડ 2020 માટેની તમામ પ્રવેશોને જોવા માટે આપ અહી (here) ક્લિક કરી શકો છો.

જેમ્સ ડાયસન એવોર્ડ

આ સ્પર્ધા આવતીકાલની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા અને મહત્વાકાંક્ષાની સાથે શોધકર્તા વિદ્યાર્થી માટે ખુલ્લી છે. સર જેમ્સ ડાયસન દ્વારા વિજેતા ઉકેલોની પસંદગી કરવામાં આવે છે, જે ચાતુર્ય, પુનરાવર્તિત વિકાસ અને વ્યાવસાયિક સદ્ધરતા દર્શાવે છે. હવે 27 બજારો અને ક્ષેત્રોમાંથી સ્પર્ધા કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આ પુરસ્કાર પહેલાં કરતા વધુ વૈશ્વિક મુદ્દાઓની એક વિસ્તૃત શ્રેણીમાં નવા દ્રષ્ટિકોણનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

પંદર વર્ષે પહેલાં જ્યારે આ સ્પર્ધાની શરૂઆત થઇ હતી ત્યારથી આઈકોનિક શોધકે પહેલાંથી જ સીમાઓને તોડતા વિચારોને ચેમ્પિયન બનાવવા માટે £1mથી વધુનું યોગદાન આપ્યું છે. અંતિમ યાદીમાં પસંદગી પામેલા પ્રવેશોને તેમના નવ વિચારના વિકાસ માટે મદદ કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિજેતાને  £30,000 આપવામાં આવે છે અને દરેક શ્રેત્રમાંથી ભાદ લેતા રાષ્ટ્રીય વિજેતાઓને £2,000 આપવામાં આવે છે. અન્ય સ્પર્ધાઓથી વિપરીત સ્પર્ધકોને તેમની બૌધ્ધિક સંપદા પર સંપૂર્ણ સ્વાયતતા આપવામાં આવે છે. 2020 માટે સર જેમ્સ વધુ એક આંતરરાષ્ટ્રીય ઈનામને રજૂ કર્યું છેઃ ધ સસ્ટેનેબિલિટી વિનર, જેને પણ £30,000 ઇનામની રકમ આપવામાં આવશે.

દુનિયાને બદલવા માટે એન્જિનિયરોની તાકાતનું પ્રદર્શન કરવા માટે જેમ્સ ડાયસન એવોર્ડ સર જેમ્સ ડાયસનની વિશાળ પ્રતિબદ્ધતાનો ભાગ બનાવે છે. ડાયસન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી, જેમ્સ ડાયસન ફાઉન્ડેશન અને જેમ્સ ડાયસન એવોર્ડે મહાત્વાકાંક્ષી એન્જિનિયરોને સશક્ત બનાવવા માટે એક વિઝનને અપનાવ્યું જેનાથી તેમને સૈદ્ધાંતિક જ્ઞાનને લાગૂ કરવા અને ટેક્નોલોજી અને ડિઝાઇન એન્જિનિયરીંગના માધ્યમથી જીવનને શ્રેષ્ઠ બનાવવા નવી રીતેની શોધ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news