ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે કાર લપસીને ખીણમાં ખાબકી

હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ દુર્ઘટના ઘટી છે. આ ભયાનક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને THAR ગાડી જઈ રહી છે. આગળ કેટલાક વાહનો છે અને ટર્નમાં કેટલાક ટૂરિસ્ટ્‌સ ઉભેલા છે. આ સમયે જ THAR ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત થઈ જાય છે.

જોતજોતામાં ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે.આ દુર્ઘટનાને નજરે જોનારા લોકો ચીસો પાડી જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એવું સાંભળી શકાય છે કે, ખીણમાં પડેલી ગાડીમાં એક વ્યક્તિ હતી. જો કે રિપોર્ટ મુજબ કારમાં સવાર બન્ને લોકો કૂદી જતાં તેમના જીવ બચી ગયા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ભયાનક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો પરથી સમજી શકાય છે કે, બરફવર્ષા વખતે ઘાટીના રોડ પર વાહનો ચલાવવામાં કેટલું જોખમ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news