ઓછા વરસાદના કારણે બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ
બનાસકાંઠાના સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ સાવ તળિયા ઝાટકની સ્થિતિમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જળાશયો ખાલીખમ થઈ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં ઉપરવાસમાં નહિવત વરસાદ થતાં હાલત વધુ કફોડી બની છે. ચોમાસાની સિઝન અગાઉ જ ખેડૂતો સારા વરસાદની આશાએ ખેતર ખેડાણ કરીને મોંઘા બિયારણ સાથે વાવેતર કરતાં હોય છે. ચાલુ વર્ષે પેટ્રોલ, ડીઝલ તેમજ બિયારણના ઉચા ભાવ હોવા છતાં વરસાદ ન થતાં ખેડૂતોનો પાક પાણીના અભાવે સુકાઇ જતાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ચાલુ સાલે વરસાદ બિલકુલ ઓછો થયો છે વાવ તાલુકામાં ચાલુ સાલે પ્રથમ વરસાદ જૂનમાં અને બીજાે વરસાદ ૨૯ જુલાઈમાં થયો હતો વાવમાં કુલ ૬૩ એમ એમ વરસાદ પડ્યો છે જે બિલકુલ ઓછો છે તો બીજી બાજુ કેનાલોમાં રિપેરીગ તેમજ પૂરતું પાણી ન મળતા પાકો બચાવી શકે તેમ નથી તેમજ ઘાસચારો ઉગાડી શકે તેમ નથી જેને લઈ એક બાજુ વરસાદ નથી તો બીજી બાજુ કેનાલોમાં પૂરતું પાણી પણ નથી.જૂન માસમાં વરસાદ પડતાં ખેડૂતોએ બાજરી, જુવાર, તલ, મગ જેવા પાકોનું વાવેતર કર્યું હતું.જે પાછોતરો વરસાદ ન થતા પાકો બળી નષ્ટ થઈ ગયા છે. જેને લઈ ખેડૂતોને નુકશાન થયું છે.
ડીસાના જાવલ સહિતના ગામોમાં વરસાદ ન થતા બાજરી સહિત નો પાક બળી ગયો છે. ૠબાબુ દેસાઈભાભર તાલુકાના ભાભરનવા, ભાભર જુના, કારેલા, નેસડા, સણવા, મોતીસરી, બેડા, તનવાડ અને લાડુલા જેવા ગામોમાં સિંચાઇ માટે ભાભર ડીસ્ટ્રીક કેનાલમાં પાણી પુરતું છોડાતું ન હોવાથી ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ હોવાથી સિંચાઇ માટે પાણી પુરતું છોડાવવા માટે ખેડૂતોએ ગુરુવારે ભાભર મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.આ કેનાલમાં પાણી એક મહિનાથી છોડવામાં આવ્યું છે પરંતુ આ છેવાડાના ૧૦ ગામોના ખેતરોના વિસ્તારોમાં પાણી હજુ સુધી ન પહોંચતા ખેડૂતોનું ચોમાસું વાવેતર સૂકાઇ ગયું છે. જાે દસ દિવસમાં નર્મદા કેનાલનું પાણી છેવાડાના ગામો સુધીની આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હાલમાં બ્રાન્ચ અને માઇનોર કેનાલોના ઝાડી ઝાંખરા તેમજ જ્યાં તૂટી હોય તા વાર્ષિક રિપેરીંગની કામગીરી જુદા જુદા સ્થળે ચાલે છે.જાેકે આ કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને છે. ગુજરાત સહિત બનાસકાંઠા અને બનાસકાંઠાના સરહદી પંથકમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. વરસાદ પડ્યો નથી કેનાલોમાં પૂરતું પાણી મળતું નથી જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે. લીલાની તો શું શુકો ઘાસચારાની પણ ભારે અછત વર્તાઈ રહી છે પૈસા આપવા છતાં ઘાસચારો મળતો નથી. અનેક ગામોમાં ખેડૂતોને ઘાસચારા માટે રઝળપાટ કરવો પડે તેવી નોબત આવી છે. ડીસાના જે ગામોમાં પિયત નથી ત્યાં પાક સુકાવા લાગ્યો છે. જ્યારે ભાભરમાં ૧૦ ગામના ખેડૂતોએ સ્થાનિક વહીવટી તંત્રને કેનાલનું પાણી છોડવા માંગ કરી હતી.બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુઇગામ ભાભર થરાદ સહિતના વિસ્તારોના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમનો મુખ્ય આધાર વરસાદ પર હોય છે પણ આ વખતે વરસાદ ન પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ કેનાલમાં પણ પૂરતું પાણી ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ ગઈ છે. વાવ થરાદના ધારાસભ્યોએ પણ બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારો લોકો માટે પીવાના પાણીની તેમજ રોજગારીની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો પણ કરાઈ છે.જિલ્લાના અનેક તાલુકાઓ સ્થિતિ દારુણ બની રહી છે.
છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠામાં વરસાદ ઘટી રહ્યો છે. જેથી ભૂગર્ભજળ પણ ઊંડા થઈ ગયા છે. પાંચ વર્ષ પહેલા જ્યાં પાણી ૫૦૦ થી ૭૦૦ ફૂટ એ મળતું હતું તે પાણી હવે ૧૨૦૦ ફૂટ સુધી પણ મળતું નથી.