આંગણવાડીના મકાનમાં સિલિન્ડર લિકેજ થતા આગ
પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોલા બ્રીજની નીચે આવેલા ભમરીયા વિસ્તારની આંગણવાડીમાં રવિવારે રાતના આઠના સુમારે ગેસ સિલિન્ડર લિકેજ થતા શોર્ટ સર્કીટ થવાથી મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
દરમિયાન આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા વોટર ટેન્કર અને ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલી આપીને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી.આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી મોટી જાનહાની ટાળી શકાઈ હતી.આંગણવાડીમાં રાખવામાં આવેલી ખાદ્યસામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.