ગુજરાતમાં બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે, માવઠાની શક્યતા નહિવત : હવામાન વિભાગ
રાજ્યમાં હાલ ઠંડી જોર વધી રહ્યુ છે. અનેક વિસ્તારોમાં માવઠું પણ થઇ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી ગુજરાતીઓને આંશિક હાશકારો કરાવશે. હવામાન વિભાગે હવામાનની આગાહી કરતા જણાવ્યુ છે કે, પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ત્યારે ખેડૂતોને પણ આ હવામાનની આગાહીથી રાહત અનુભવાશે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીનાં જણાવ્યા પ્રમાણે, હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોને માવઠાનો માર સહન નહીં કરવો પડે. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી વાતાવરણ સુકૂં રહેશે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આજે ૩૧ અને પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં વધારો થઇ શકે છે. આ બે દિવસ ૧૫થી ૨૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે. મનોરમા મોહન્તીએ વધુમાં જણાવ્યુ કે, આગામી બે દિવસ ઠંડીનું જોર વધી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અતીશય ઠંડી તેમજ બર્ફીલા પવનને કારણે આંબામાં કેરીના બંધારણને પણ નુકશાન થઇ રહ્યુ છે. આંબા પર મોર સમયસર હતા પણ એક ધારી ઠંડી તેમજ પવનની ગતી તેમજ ઠંડા પવનને કારણે કેરીના પાકને નુકશાન થઇ રહ્યુ છે. ખેડુતોના મતે ચાલુ સાલે કેરીની આવક પણ ઘટશે.