સ્વચ્છતા માટે નાગરિકોને ઈ-સર્ટિફીકેટથી સન્માનિત કરાશે : રાજકોટ મેયર
રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને આજે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. રંગોળી સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા હતા. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. બન્ને કેટેગરીમાં ૫-૫ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને ૨૧ હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને ૩૧ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ૭૫ સ્પર્ધકોને પ્રોત્સાહન પુરસ્કાર અપાશે જેમાં વ્યક્તિગત કેટેગરીમાં ૪૦ આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૫ ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.
આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલના ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવીને થીમ આધારિત, શાનદાર અને કલાત્મક રંગોળીનું પ્રદર્શન કરેલ હતું.અને જાહેર જનતાએ જ નિર્ણાયક તરીકેની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ માટે જાહેર જનતાએ તા.૦૩/૧૧/૨૦૨૧ના સાંજના ૦૪ઃ૦૦ વાગ્યાથી તા.૦૫/૧૧/૨૦૨૧ના રોજ રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ઓનલાઈન વોટિંગ કર્યું હતું રાજકોટ મનપાનો સ્થાપના દિન છે. ત્યારે ૪૯માં જન્મદિન નિમિતે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. આ અંગે મેયરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા નાગરીકોને ઇ-સર્ટિફીકેટ આપી સન્માનિત કરાશે. અને આ યોજના આજથી અમે લોન્ચ કરી છે.
વધુમાં મેયરે જણાવ્યું હતું કે, લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને પ્રત્યેક નાગરિક સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કામગીરી કરી રહેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને શહેરને સ્વચ્છ રાખવા બાબતે નાગરિકોનો સહયોગ પણ તે માટે નાગરિકોના સ્વચ્છતા અંગેના ઉમદા અભિગમની સરાહના કરવા માટે, વ્યક્તિગત રૂપે યોગદાન આપી રહેલા પ્રત્યેક નાગરિકને એક ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. વધુમાં મેયરે જણાવ્યું હતું કે, આ માટે નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકેલ એક લિંક થકી સ્વચ્છતા અનુસંધાને પોતે આપેલ સહયોગ અને કરેલ વિગતો રજુ કરવાની રહેશે જેની ચકાસણી કરી જે-તે નાગરિકને ઈ-સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. નાગરિકોના આવા ઉમદા અભિગમની સરાહના કરવા માટે, રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતાની આ ઝુંબેશમાં વ્યક્તિગત રૂપે યોગદાન આપી રહેલ પ્રત્યેક નાગરિક ને એક ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. સ્વચ્છતા અંગેની આ નવી પહેલનો આજથી પ્રારંભ થયો છે. મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ રંગોળી સ્પર્ધાના આયોજન અનુસંધાને આજે સવારે રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા અંગે નોંધપાત્ર કામગીરી કરતાં નાગરીકોને ઇ-સર્ટિફીકેટ ઇસ્યુ કરવા માટેની એક નવી પહેલની શુભારંભ મેયર ડો. પ્રદીપ ડવે કર્યો હતો.