નેચર્સ પેલેટની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સાથે મકરસંક્રાતિનીઉજવણી કરો
નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ તહેવાર મકરસંક્રાતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શિયાળાના અંત અને લાંબાદિવસની શરૂઆતના પ્રતિકરૂપે તહેવારની ઉજવણી ગુજરાતમાં કંઇક વિશિષ્ટ છે, જેમાં પરિવાર અને મિત્રો સાથે ધાબે પતંગ ચગાવવી, રંગબેરંગી સજાવટ, સંગીત, તાપણા અને સ્વાદિષ્ટ વાનગીનો લુપ્ત ઉઠાવવો વગેરે સામેલ છે. દેશના ઘણાં હિસ્સાઓમાં આ સમય કૃષિ ચક્રનો પ્રારંભિક હિસ્સો પણ છે, જેમાં મોટાભાગના પાકનું વાવેતર પૂર્ણતા સાથે સખત મહેનતની કામગીરી પણ સમાપ્તથાય છે. આથી આ સમય સામાજિક મીલન અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને યાદગારસમય વિતાવવો એટલે ઉત્તરાયણની ઉજવણી.ગુજરાતમાં પતંગ ચગાવવાની સાથે-સાથે ચીકીના લાડુ, ગજક, કોકોનટ ક્રન્ચ, ચીકી પીનટ, ગોળની ચીકી, મલ્ટી સીડ લડ્ડુ અને સૌથીખાસ સ્વાદિષ્ટ ઉંધિયું ઉત્તરાયણની ઓળખ સાથે જોડાયેલા છે. જોકે, છેલ્લાં થોડાં સમયમાં લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થતાં તેઓઓર્ગેનિક ચીજવસ્તુ તરફ વળ્યાં છે, જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરસકારાત્મક અસર પેદા કરે છે. વિવિધ પ્રકારની ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ગ્રાહકોની જરૂરિયાતને પૂર્ણ કરવાશહેરમાં પ્રહલાદનગર સ્થિત ઓર્ગેનિક અને નેચરલ સુપરમાર્કેટ નેચર્સ પેલેટમાંપ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કર્યાં વિના તૈયાર કરેલી તલની ચીકી, ગજક, મલ્ટી સીડ લડ્ડુ સહિતનીસ્વાદિષ્ટ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. ઉંધિયા વિના ઉત્તરાયણની ઉજવણી અધૂરી છે ત્યારેઉંધિયું બનાવવા માટે સુપરમાર્કેટમાં ઓર્ગેનિક શાકભાજી પણ ખરીદી શકાશે, જે વ્યક્તિના આરોગ્ય ઉપર કોઇપણ પ્રકારની વિપરિત અસરો પેદા કરતી નથી.આ અંગે નેચર્સ પેલેટના માલીક અર્પિત જિનોનીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક સમયમાં લોકોમાં ઓર્ગેનિકચીજવસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે અને કોવિડ-19 મહામારીના સમયમાં તેનીમાગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
જોકે, વિશ્વસનીય પ્રોડક્ટ્સ અને તેની વિશાળ શ્રેણીની ઉપલબ્ધતા હજી પણ મોટો પડકાર છે. આ સ્થિતિમાં નેચર્સ પેલેટમાં 2000થી વધુ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ગ્રાહકો માટે વન-સ્ટોપ-સોલ્યુશન બની રહેશે. મને વિશ્વાસ છે કે આરોગ્યપ્રત્યે સભાન રહેવાની સાથે ઉત્તરાયણમાં સ્વાદિષ્ટ આહારની મજા માણવા ઇચ્છતા લોકોતેમના માટે જરૂરી દરેક ચીજો નેચર્સ પેલેટમાંથી ખરીદી શકશે.”તો આ ઉત્તરાયણમાં આરોગ્યની ચિંતા કર્યાં વિના નેચર્સ પેલેટની ઓર્ગેનિકપ્રોડક્ટ્સ સાથે તહેવારની મજા માણવા સજ્જ થઇ જાઓ.