સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા 19 માર્ચ, રવિવારના રોજ બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજના દરેક નાગરિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક જરૂરી પેથોલોજિકલ લેબેરોટરી ટેસ્ટ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મણિનગર સ્થિત એચ.ટી. પારેખ કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતુ. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સહયોગિતામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ કેમ્પમાં 590 જેટલા વ્યક્તિઓએ બ્લડ ચેક –અપ કરાવ્યું હતુ, તો 48 જેટલા વ્યક્તિઓએ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.