અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે અવેરનેસ ફેલાવવામાં આવી

કોરોનાની બીજી લહેરમાં સારવાર માટે લોહી તથા  પ્લાઝમા ની જરૂર વધી રહી  છે, ત્યારે V Help Foundation, શરણમ ગ્રુપ,  તથા Team Thappo ની સહયોગીતામાં  જીવન રક્ષાનો વધુ એક  નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સંસ્થાની આગેવાનીમાં  08/05/2021 આંતર રાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ નિમિત્તે થેલેસેમિયા બાળકો માટે  રક્તદાન અને પ્લાઝમા દાન કરી આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા બ્લડ ડોનેશન તથા પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અગાઉ પણ વિ હેલ્પ ફાઉન્ડેશને વેબીનાર દ્વારા કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને આગળ આવવા અને બ્લડ તેમજ પ્લાઝ્માનું ડોનેશન કરવા માટે અપીલ કરી હતી. 

વિ હેલ્પ ફાઉન્ડેશના નિરવ  શાહ ના મત મુજબ “ ગરમીના આ સમયમાં થેલેસેમિયાના દર્દી માટે આ સમય ઘણો કપરો હોય છે, વેક્સિન લીધા પછી 28 દિવસ સુધી રક્તદાન થઈ શકતું નથી જે પરિણામે બ્લડ બેન્ક માં લોહીની અછત ના સર્જાય અને  જરૂરીયાત સમયે લોહી મળી રહે તે માટે શહેરની વિવિધ બ્લડ બેંકને સાથે રાખી બ્લડ  ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news