હૈતીમાં ભૂકંપથી અત્યાર સુધી ૧૨૯૭ લોકોના મોત, ૨૮૦૦ લોકો ઘાયલ
કેરેબિયન દેશ હૈતીમાં શનિવારે ૭.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા બિલ્ડિંગો ધરાશાયી થઇ હતી. ભૂકંપમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૨૯૭ લોકોના મોત થયા છે જ્યારે ૨૮૦૦ લોકો ઘાયલ થયા છે.
હૈતીની નાગરિક સુરક્ષા એજન્સીના ડિરેક્ટર જૈરી ચાંડલર તરફથી કહેવામાં આવ્યુ હતું કે મૃતકની સંખ્યા ૩૦૪ છે અને સૌથી વધુ લોકો દેશના દક્ષિણમાં પ્રભાવિત થયા છે.
શનિવારે ભૂકંપ આવતા કેટલાક શહેર પુરી રીતે નષ્ટ થઇ ગયા છે અને ભૂસ્ખલન થતા બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે. ભૂકંપને કારણે કોરોના વાયરસ મહામારીથી પહેલા કરતા ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની પીડા વધી ગઇ છે.
અમેરિકન ભૂર્ગભીય સર્વેક્ષણે કહ્યુ કે ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સની નજીક ૧૨૫ કિલોમીટરના અંતર પર હતું. આવતા અઠવાડિયાની શરૂઆતમાં સંકટ વધી શકે છે કારણ કે ગ્રેસ વાવાઝોડુ સોમવાર અથવા મંગળવાર સુધી હૈતી પહોચી શકે છે.
વડાપ્રધાને આખા દેશમાં એક મહિનાની ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને કહ્યુ છે કે જ્યાર સુધી નુકસાનનું આકલન નથી થઇ જતુ તે આંતરરાષ્ટ્રીય મદદ નહી માંગે, તેમણે કહ્યુ કે કેટલાક શહેર તો પુરી રીતે નષ્ટ થઇ ચુક્યા છે. વડાપ્રધાને કહ્યુ કે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને પ્રભાવિત વિસ્તારની હોસ્પિટલ ઘાયલોનું ધ્યાન રાખી રહી છે, તેમણે આ સમયે હૈતીના લોકોને એકજૂટ થવાની અપીલ કરતા કહ્યુ, જરૂરતો ઘણી વધારે છે, આપણે ઘાયલોની દેખરેખ રાખવી પડશે, ભોજન, સહાયતા, અસ્થાયી શરણ અને મનોવૈજ્ઞાનિક સમર્થન આપવુ પડશે.