નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડાતા નાંદોદ તાલુકાના પોઇચા ગામે ચાર જેટલા પ્રવાસીઓ ડૂબ્યા
નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે પાણીના ઝડપી પ્રવાહમાં ચાર જેટલા પ્રવાસીઓ તેમજ બોટમાંથી ૮થી ૧૦ વ્યક્તિઓને લઇને જતી આ બોટે તેનું સંતુલન ગુમાવતાં રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ, ફાયરબ્રિગેડ, આપદા મિત્રો, પોલીસ વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું. નાંદોદના પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેરભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યકિતની ડુબવાની ઘટનાંની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપલા મુખ્યમથકે કાર્યરત જિલ્લા ડિઝાસ્ટરને કરાઇ હતી.
જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને આ ઘટનાની જાણકારી મળતાંની સાથે જ વડોદરાની એન.ડી.આર.એફ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયરબ્રિગેડ અને આપદામિત્રની ટીમની રાહત બચાવ માટે મદદ માંગવામાં આવતાં, એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટ રાજેશ કુમાર મહલાવતના નેતૃત્વ હેઠળ રાહત બચાવ હેઠળના તમામ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરક્ષાના તમામ ઉપાયો સાથે આ દુર્ઘટનામાં ડૂબી રહેલી વ્યકિતઓ માટે બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું,
જે પૈકી ત્રણ વ્યક્તિઓને ક્ષેમકુશળ નદીમાંથી બહાર કઢાયાં હતાં અને તેમાં ગંભીરપણે અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સેટેલાઇટ આધારિત સંચાર ઉપકરણો, અંડર વોટર સર્ચ કેમેરા, સોનાર સિસ્ટમ, સ્કુબા સેટ ઉપયોગમાં લેવાયાં હતાં. પોઇચા ગામે નર્મદા નદીમાં ચાર વ્યક્તિઓ ગ્રામજનો સાથેની બોટમાંથી એક વ્યક્તિ ડુબી રહ્યો હોવાના અહેવાલ રાજપીપલા ડિઝાસ્ટર વિભાગ તરફથી અમોને મળતાની સાથે જ અમારી એન-ડી.આર-એફની ટીમ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી બચાવ રાહત કાર્ય હાથ ધરીને તમામને બચાવી લીધા હતા. અને તેમાથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી જિલ્લાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જણાવ્યું હતું.