ગ્લોબલ વોર્મિંગની સ્થિતિના કારણે ૫૦૦ કરોડ લોકો પાણી વગર ટળવળશે

જળસંકટની વાત કરીએ તો છેલ્લા બે દશકામાં જમીનના ઉપરના સ્તરમાં પાણીની માત્રામાં પ્રતિવર્ષ ૧ સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. તેની અસર એન્ટાક્રટિકા અને ગ્રીનલેન્ડમાં પણ જોવા મળી છે. તે ઉપરાંત છેલ્લાં બે દશકામાં સમગ્ર દુનિયામાં દુષ્કાળની ઘટનાઓમાં પણ વધારો થયો છે. દુષ્કાળના કારણે સૌથી વધારે મોત આફ્રિકામાં થયા છે. જળ સંકટ પર કેન્દ્રીત આ રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, હાલના સમયમાં અંદાજે ૨૦૦ કરોડ લોકો પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે.

ચોખ્ખુ પાણી આખી દુનિયાને મળે તે એક પડકાર છે. તે માટે રિપોર્ટમાં અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વોટર મેનેજમેન્ટમાં સમજૂતી કરીને આ મુશ્કેલીથી છૂટકારો મેળવી શકાય છે.સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા જળસંકટ વિશે ચેતવણી આપી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાણીની અછતના કારણે પહેલેથી જ દુનિયાના કરોડો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.   નામથી જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ   વર્તમાન સમયમાં વોટર મેનેજમેન્ટ, તેની દેખરેખ, પૂર્વાનુમાન અને સમયસર ચેતવણી આપતી ટેક્નોલોજી વચ્ચે યોગ્ય તાલમેલ નથી. તે ઉપરાંત વિશ્વ સ્તર પર જળવાયુની ખાધ પૂરવાના જે પ્રયત્નો કરવામાં આવે છે તે પણ પૂરતા નથી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં અંદાજે દુનિયાના ૩૫૦ કરોડ લોકો એવા છે જેમને વર્ષમાં ૧૧ મહિના જ પાણી મળે છે. તેનો અર્થ એ થાય છે કે, તેમને વર્ષમાં એક મહિનો જળ સંકટ સામે ઝઝૂમવું પડે છે. વર્ષ ૨૦૫૦માં આ આંકડો ૫૦૦ કરોડનો થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના હવામાન વિજ્ઞાન એજન્સીના મહાસચિવ પેટેરી ટાલસનું કહેવું છે કે, ધરતીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને તેના કારણે પાણીના સોર્સ પણ ઘટી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર વરસાદના પૂર્વાનુમાન અને ખેતીની ઋતુ ઉપર પણ થઈ રહી છે. તેમણે આ વિશે આકંશા વ્યક્ત કરી છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ખાદ્ય સુરક્ષા અને માનવ સ્વાસ્થય પર થઈ શકે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૦૦થી પાણી સંબંધિત મુશ્કેલીઓ સતત વધી રહી છે. છેલ્લા બે દશકાની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં પાણી સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. તે સાથે જ તેનાથી થતાં મોતના આંકડા પણ વધી રહ્યા છે. પાણીની અછતની સૌથી વધારે અસર એશિયાઈ દેશોમાં જોવા મળી રહી છે. ટાલસનું કહેવું છે કે, છેલ્લાં એક વર્ષમાં જાપાન, ચીન, ઈન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન અને ભારતમાં ભારે વરસાદ થયા પછી મુશ્કેલીઓ વધીહતી. લાખો લોકોને આ કારણે જ વિસ્થાપિત થવું પડ્યું હતું. યુએન રિપોર્ટ પ્રમાણે આવું કોઈ એક દેશ કે વિસ્તારમાં જોવા નથી મળ્યું પરંતુ સમગ્ર દુનિયામાં આવું જોવા મળ્યું છે. યુરોપમાં આવેલા પૂરના કારણે ઘણાં લોકોના મોત થયા છે અને અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news