આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટીજે સિટી બની ગયું છે. પરંતુ સ્વચ્છતા અભિયાન હજુ પણ ક્યાંક પાછળ રહ્યું છે. જેનું મુખ્ય કારણ પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાનો ડુંગર છે. પરંતુ એએમસી દ્વારા પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં ૨૪ ટકા જગ્યા પર રહેલા કચરો પ્રોસેસ કરી જગ્યા ખાલી કરી નાંખી છે.

એએમસી સોલિડ વેસ્ટ વિભાગના આધિકારી હિમાંશુ પટેલે કહ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં પિરાણા ખાતે ૮૫ એકરમાં કચરાના ડુંગર છે. છેલ્લા ચાર દાયકાથી શહેરન ૧ કરોડ ૨૫ લાખ મેટ્રીક ટન કરતા વધુ કચરાનો ડુંગર અહીં જામ્યો છે. ૮૫ એકર પૈકી ૧૯ એકર જમીનમાંથી કચરો સાફ કરાયો છે. હાલ એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ૧૦૦ ટકા પૈકી ૨૪ ટકા કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરાયું છે. તેમજ ૧ કરોડ ૨૫ લાખ મેટ્રીક ટન કચરામાંથી ૩૩ લાખ મેટ્રીક ટન કચરાની પ્રોસેસ કરી સાઇટ પરથી દૂર કરાયો છે.

પિરાણા ડમ્પિગ સાઇટ પર ૪૦ ટ્રોમિલ મશીન ૩૦૦ મેટ્રીક ટન ક્ષમતા અને ૫ મશિન ૧૦૦૦ મેટ્રીક ટન ક્ષમતાના મુકવામા આવ્યા છે. જે ટ્રોમિલ મશિનો દ્વારા સરેરાશ દરરોજ ૧૫ હજાર મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાય છે. આ ઉપરાત દરરોજ સરેરાશ ૪૦૦૦થી ૪૫૦૦ વધુ મેટ્રીક ટન કચરાનો ડોર ટુ ડોરથી કલેક્શન કરવામાં આવે છે. આ વિસ્તારમાં ગ્રીન બેલ્ટ બનાવવા મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.

સમગ્ર દેશમાં અમદાવાદ મહાનગર પાલિકાની કામગીરીની એન.જી.ટી.એ પ્રશંસા કરી છે. આગામી ત્રણ વર્ષમાં પીરાણાના ત્રણેય ઢગલા દુર કરાશે. વર્ષ ૨૦૧૯માં કચરાના બાયોમાઇનિંગ પ્રોસેસિંગ માટે ટ્રોમિલ મશિન મુકાયા હતા. ૫૦ મીટરથી વધુ હાઇટના બે ડુંગર અને એક નાના ડુંગરમાંથી ૧૯ એકર જમીન પરથી કચરો દૂર કરાયો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news