ઉત્તરાખંડમાં ગુજરાતની બસમાં લાગી આગ, બસમાં ૨૮ ગુજરાતી યાત્રાળુ સવાર હતા
દિલ્હીથી યમુનોત્રી જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બસમાં આગ લાગી હતી તેમાં ૨૮ લોકો સવાર હતા. આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાંથી ૨૮ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ, તંત્ર અને પોલીસ દ્વારા અટવાયેલા મુસાફરો માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને બીજી બસ દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ બસ દિલ્હીથી યમુનોત્રી જઇ રહી હતી. જે દરમિયાન થાણા વિકાસ નગરના ડાકપથર ચોકી વિસ્તાર પાસે બસમાં આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયરબ્રિગેડ અને પોલીસની સૂચકતાને લીધે કોઇ જાનહાની થઇ નથી. મળતી માહિતી અનુસાર, આ બસમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના અમદાવાદના હતા. તેઓ દિલ્હીથી યમુનોત્રી જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.
આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઇ થઇ ગઇ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે તમામ ૨૮ મુસાફરો સુરક્ષિત છે અને કોઇને ઇજા પહોંચી હોવાના સમાચાર નથી. હાલ બસમાં આગ કેવી રીતે લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.