અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની શાળામાં વિસ્ફોટમાં ૬ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છોકરાઓની શાળાની બહાર એક શંકાસ્પદ બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હોવાની વાત સામે આવી છે તેમાં ધણા લોકો ધાયલ થયા હોવાની વાત સામે આવી રહી છે આ વિસ્ફોટો  શહેરના પશ્ચિમમાં પ્રભુત્વ ધરાવતા અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં થયા હતા. મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની સંભાવના પણ જાેવા મળી રહી છે ગ્રેનેડ હુમલામાં નજીકના ટ્યુશન સેન્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાની પણ વાત સામે આવી છે તાત્કાલિક દાવો કરવામાં આવ્યો ન હતો. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ભૂતકાળમાં આ વિસ્તારમાં હુમલા કરી ચૂક્યા છે. વિસ્ફોટો પછી નોટબુકોની સાથે જમીન પર લોહીના ડાઘા દેખાય છે. જે વિસ્તારમાં હુમલાઓ થયા હતા મોટાભાગે હજારા શિયા મુસ્લિમોની વસ્તી હોવાને કારણે ઇસ્લામિક સ્ટેટ જૂથની સ્થાનિક શાખા દ્વારા વારંવાર હુમલાઓનું નિશાન બનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નજીકના ટ્યુશન સેન્ટર પર હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગયા વર્ષે તાલિબાનના કબજા બાદ ISના હુમલામાં વધારો થયા બાદ, જૂથની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો.અફઘાનમાંથી મળતી માહિતી અનૂસાર મંગળવારે પશ્ચિમ કાબુલની એક હાઇસ્કૂલમાં ત્રણ વિસ્ફોટોમાં છ લોકોના મોત થયા હતા અને ૧૧ લોકો ઘાયલ થયા હોવાની વાત સામે આવી છે આ હુમલાની જવાબદારીનો તાત્કાલિક કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો તેની સાથે તાલિબાન કહે છે કે ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદથી તેઓએ દેશને સુરક્ષિત કરી લીધો છે પરંતુ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ અને વિશ્લેષકો કહે છે કે આતંકવાદમાં જાેખમ રહેલું છે અને ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે ઘણા મોટા હુમલાઓનો દાવો કર્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news