અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે
અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. વાસણા બેરેજ ખાતે વિશાળ ક્રૂઝ બનીને તૈયાર છે.હાલ સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવાઈ રહી છે.સાથે જ નદીમાં ક્રુઝ બોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ પણ પ્રગતિમાં છે.
એક અંદાજ પ્રમાણે જૂન મહિનામાં આ ક્રુઝની મજા સહેલાણીઓ માણી શકશે. ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની વાત કરીએ તો તે બે માળની હશે.જેમાં પ્રથમ માળ AC કેબિન અને બીજો માળ ઓપન સ્પેશ રહેશે.આ ક્રુઝમાં એકસાથે ૧૫૦ લોકો સવારી કરી શકશે. જ્યાં મનોરંજની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી હશે. એટલું જ ક્રુઝમાં સહેલાણીઓ બર્થ ડે પાર્ટી, ઓફિસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકશે.ક્રુઝને સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે.જેના માટે આગામી દિવસોમાં સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે નદીમાં જેટી પણ તૈયાર કરવામાં આવશે.જ્યાંથી લોકો ક્રુઝમાં બેસી શકશે.જેનું કામ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યું છે. જેનો અંદાજ છે કે ક્રુઝના અંદાજે ૧૦ કરોડ જેટલો ખર્ચ થશે. ક્રુઝ ચલાવવા કંપની રિવરફ્રન્ટને વર્ષે ૪૫ લાખ આપશે. જોકે ક્રુઝની ટિકિટનો દર અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.