ન્યૂયોર્કમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વીજળી પડી, જોવા મળ્યો અદ્ભુત નજારો

ન્યૂયોર્કમાં આકાશને આંબતી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત પર વીજળી પડવાનો અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે અમેરિકામાં ભારે તોફાન આવ્યું હતું ત્યારે રાતે શૂટ કરવામાં આવ્યો હતો. વજ્રપાત એટલું શક્તિશાળી હતું કે ચારે તરફ રોશની ફેલાઈ ગઈ હતી. કેટલાક દિવસ પહેલાં બ્રાઝિલમાં ઐતિહાસિક યીશુ પ્રતિમા પર આવું દૃશ્ય જોવા મળ્યું હતું.

ટિ્‌વટર યુઝર મેક્સ ગુલિયાની એ આ વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, વન વર્લ્ડ સેન્ટરની ૫૪૬ મીટર ઊંચી ઇમારત પર શક્તિશાળી વીજળી પડે છે. ગુલિયાનીએ વીડિયો ટ્‌વીટ કરતા લખ્યુ છે કે, ‘આજની રાતનું વન વર્લ્ડ ટ્રેડ પર વીજળીનું તોફાન #NYC’’. વીડિયો શેર કરતાં જ વાયરલ થયો હતો. કેટલાક કલાકમાં ૨૫ લાખથી વધુ લોકોએ વીડિયો જોયો હતો. અંદાજે ૨૦૦૦ લાઇક્સ મળી હતી. ટિ્‌વટર યુઝર્સે તેને અવિશ્વસનીય ગણાવ્યો હતો. કેટલાક અન્ય લોકોએ પણ તોફાનની તસવીર અને વીડિયો શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તમામ મોટી ગગનચુંબી બિલ્ડિંગમાં ખાસ ટેક્નિક હોય છે. અહીં પડનારી વીજળી સીધી તાર અને પાઇપમાંથી જમીનમાં સમાઈ જાય છે. તેનાથી નુકસાન નથી થતું. નહીંતર વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે રીતે શક્તિશાળી વીજળી પડી હતી તેનાથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકતું હોત. એપ્રિલ ૨૦૨૧માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિસ્કોન્સિનના વાઉટોમા હાઇસ્કૂલમાં વીજળી પડી હતી. તેણે ઝાડને ચીરીને બાળી નાંખ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news