બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખેઃ સંજીવ બાલિયાન
ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લુના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી મંત્રી સંજીવ બાલિયાને કહ્યુ છે કે, આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની રાખવી પડશે.
સંજીવ બાલિયાને વધુમાં કહ્યુ હતુ કે, પક્ષીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે પણ હજી સુધી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી .હાલમાં પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરલામાં બર્ડ ફ્લુના કેસ બહાર આવ્યા છે.જેમાંથી તે પોલટ્રીમાં ફેલાયા છે.
તેમણે રાજ્ય સરકારનો અપીલ કરી છે કે, તમામ રાજ્ય સરકારો બર્ડ ફ્લુને રોકવા માટે સાવધાની રાખે તે જરુરી છે. આ સિવાય પોલટ્રીને એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર કરવા પર રોક લગાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત પાંચ રાજ્યોમાં અત્યાર સુધી સંખ્યાબંધ પક્ષીઓના મોત થયા છે અને તેની માટે બર્ડ ફ્લુની બીમારી જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.