દિલ્હીમાં તાપમાન ૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ઠુઠવાયા
ભારતની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.જેમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે તાપમાનનો પારો ૧.૯ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા. આ સિવાય રસ્તાઓ પર ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.જ્યારે બીજીતરફ ટ્રેનો અને ફ્લાઈટો પણ મોડી ચાલી રહી છે.
દિલ્હીમાં તાપમાન નીચુ જતા લોકો ઘરની બહાર તેમજ ઘરની અદંર સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે.દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે જ્યાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હોવાથી વાહનોની સ્પીડ ઘટી ગઈ છે. જ્યારે ઘણી જગ્યાએ ટ્રાફિકની ગતિ ધીમી જોવા મળી રહી છે.