સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પર આવવા તડામાર તૈયારીઓ શરૂ
સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ, રોડ, લાઈટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. દેશમાં નંબર વન સ્થાન મેળવવા માટે મહાનગરપાલિકા કામે લાગી છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો બીજો ક્રમ આવે છે. ત્યારે સુરત શહેરમાં ૧ નબરે આવે તે માટે સુરત મનપા દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મનપા કમિશનરે તમામ ઝોનલ ચીફને સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ, રોડ, લાઈટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણવ્યું હતું કે, મનપા કમિશનર શાલીની અગ્રવાલે મીટીંગ કરી તમામ ઝોનલ ચીફ તેમજ તમામ વિભાગોને રોજે રોજ કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતના તમામ ઝોનની અંદર સંકલિત ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત લોકોને સફાઈને લઈને જાગૃત કરાઈ રહ્યા છે. ડ્રેનેજની કામગીરી જણાઈ તે માટેની ટીમ પણ ઉપસ્થિત છે. જે જગ્યાએ રોડ રીપેરની કામગીરી જણાઈ તે પણ કામગીરી કરાઈ રહી છે.