નવા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થાય તેવી સંભાવના

ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું, કલેક્ટરોને સાવધ કરાયા

નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત ખેડૂતો માટે હવામાન ખાતા વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યાં છે. નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે. નવા વર્ષે ૨ જાન્યુઆરીથી ૪ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે.

ઉત્તર ગુજરાતના એપીએમસી, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરાઈ છે. આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે. બીજી તરફ આજે બુધવારે ગઈકાલની સરખામણીમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અડધાથી ૬ ડિગ્રી જેટલો લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો હતો.

બીજી તરફ આગામી ૨ અને ૩ જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટી નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.u.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news