પ્રધાનમંત્રીએ એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી આપી હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવેલા એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘આજનું નવું ભારત, નવા વિચાર, નવી ચેતના સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થા છે, અને તે ભારતની ઈકોનોમીને અવિરત મજબૂત કરી રહી છે, હું દરેક પર્યાવરણ મંત્રીએ વિનંતી કરૂ છું કે, સર્કુલર અર્થતંત્રને વધારે મહત્વ આપો. તેનાથી ઘન કચરાનુ વ્યવસ્થાપન અને એક વખત વપરાતા પ્લાસ્ટીકથી મુક્તિ મેળવાના આપણા અભિયાનને વધુ તાકાત મળશે.’

PM મોદીએ કહ્યું કે, ‘આપણા ફોરેસ્ટ કવરમાં પણ વધારો થઈ રહ્યો છે, અને તળાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારત આજે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. આગામી ૨૫ વર્ષ દેશ માટે ખુબ જ મહત્વના છે. પોતાનો વાયદાઓ પુરા કરવા માટેના અમારા રેકોર્ડના કારણે આજે દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે.’ તેમણે કહ્યું કે, ‘પાછલા કેટલાક વર્ષોમાં સિંહ, વાઘ, હાથી, એક શિંગી ગેંડા અને દિપડાની સંખ્યામાં પણ વધારો થયો છે. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશમાં ચિત્તાની ઘર વાપસી કરવા થવાથી લોકોમાં એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ રાખ્યો છે, હાલ આપણા દેશનું ફોકસ ગ્રીન ગ્રોથ પર છે અને ગ્રીન જોબ પર છે. આના માટે તમાત રાજ્યાના મંત્રાલયોની ભૂમિકા ખુબ જ મહત્વની છે.’

પ્રધાનમંત્રીએ કહ્યું કે,‘હું દરેક મંત્રાલયોને પાસેથી આગ્રહ રાખુ છુ કે સર્કુલર અર્થતંત્રને વધારે મહત્વ આપે. તેનાથી ઘન કચરાનુ વ્યવસ્થાપન અને એક વખત વપરાતા પ્લાસ્ટીકથી મુક્તિ મેળવાના આપણા અભિયાનને વધુ તાકાત મળશે. આજ આપણે દેખીએ છીએ કે જે રાજ્યોમાં વિપુલ પ્રમાણ પાણી હતું ત્યાં આજે પાણીની અછત જોવા મળે છે. આ સમસ્યા ફક્ત પાણી વિભાગની નથી પણ પર્યાવરણ વિભાગે પણ આ સમસ્યાને પોતાની સમસ્યા સમજવી જોઈએ.’ તેમણે કહ્યું કે, વાઈલ્ડ લાઈફના કારણે ભલે વૈશ્વિક ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો નહિવત છે, પરંતુ આપણે હવે જાગૃત થવું પડશે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર વગર દેશનો વિકાસ, દેશવાસીઓના જીવનસ્તરમાં સુધારવાનો પ્રયાસ શક્ય નથી. પરંતુ આપણે જોયું છે કે પર્યાવરણની મંજુરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરનુ કામ કેવી રીતે અટકાવામાં આવે છે’

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news