સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો પર જીએસટી ઘટાડો : મંત્રી ગોપાલ રાય

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલના સામાન પર જીએસટી દર ઘટાડવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. આવી સ્થિતિમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા માટે જાગૃતિ અભિયાન જરૂરી છે. ગોપાલ રાયે માહિતી આપતા જણાવ્યુ હતુ કે દિલ્હી સરકારે ત્યાગરાજ સ્ટેડિયમમાં ત્રણ દિવસીય પ્લાસ્ટિક અવેજી મેળાનુ પણ આયોજન કર્યુ છે. જેથી સામાન્ય લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોનો પ્રચાર કરી શકાય.

મેળાના છેલ્લા દિવસે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ દરમિયાન તમામ પેનલિસ્ટો સાથે ચર્ચા કરતી વખતે એવુ જોવામાં આવ્યુ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો પર કામ કરતા ઉત્પાદકો અને સ્ટાર્ટ-અપ્સ કાચા માલ માટે વધુ જીએસટી ચૂકવી રહ્યા છે. જ્યાં એક તરફ પ્લાસ્ટિક ઉત્પાદનો પરની આયાત જકાત ૧૦થી ૨૦ ટકાની વચ્ચે છે. તો બીજી તરફ બાયો પ્લાસ્ટિક અને ટકાઉ વિકલ્પો પર આ જ દર ૪૦ ટકાથી વધુ છે. જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોની ખરીદ કિંમત પણ વધે છે. આવી સ્થિતિમાં ઔદ્યોગિક યુનિયનો ઈચ્છે તો પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ધંધામાં કામ કરી શકતા નથી. ગોપાલ રાયે પોતાના પત્રમાં લખ્યુ છે કે જો આપણે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને તેના કાચા માલ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ઉત્પાદકો અને ઉપભોક્તાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો તરફ આગળ વધવા વધુ પ્રેરિત થશે. તેની સાથે જ તે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધને વધુ સારી રીતે અમલમાં મૂકશે અને પુરવઠા શૃંખલામાં ૧૯ પ્રતિબંધિત SUP વસ્તુઓ માટે વિકલ્પોની ઉપલબ્ધતાને પ્રોત્સાહિત કરશે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે દિલ્હી સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે વ્યાપક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જ્યાં એક તરફ સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલાં લઈ રહી છે. તો બીજી તરફ તેના પ્રતિબંધનો અમલ કરવા માટે DPCC અને મહેસૂલ વિભાગ દ્વારા એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ડીપીસીસીની ૧૫ ટીમો અને રેવન્યુ વિભાગની ૩૩ ટીમો એસયુપી વસ્તુઓ પરના પ્રતિબંધનુ નિરીક્ષણ કરવા માટે કામ કરશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને માત્ર લોકોમાં જ નહિ પરંતુ ઘણા ઔદ્યોગિક સંગઠનોમાં પણ ઘણા પ્રશ્નો છે. આવી સ્થિતિમાં વિભાગ દ્વારા તમામ લોકો માટે હેલ્પલાઇન નંબર- ૦૧૧-૨૩૮૧૫૪૩૫ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર દ્વારા લોકો વિભાગ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેના તેમના તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકશે અને જો સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત કોઈપણ વ્યક્તિને વધુ માહિતીની જરૂર હોય અથવા કોઈ શંકા હોય તો તે supdoubt@gmail.com પર જઈને મેઈલ પણ કરી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news