ભારે વરસાદને લીધે ધરોઈની સપાટી ૫.૭૪ ફૂટ પર પહોંચી

ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ૬૯.૫૮ મિલિયન ઘન મીટર ઉમેરાયો છે. હજુ પણ ભારે વરસાદની સંભાવના છે અને ધીમે પગલે દરરોજ ડેમમાં પાણી આવી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વ ધરોઈ ડેમમાં પાણીની સપાટી ૫૮૬.૨૮ ફૂટ હતી જે વધીને ૫૯૦.૦૨ ફૂટે પહોંચી છે. વર્તમાન સમયે ધરોઈ જળશયની સપાટી ૫૯૦.૦૨ ફૂટ છે અને પાણીનો જથ્થો ૮૯.૪૭ મિલિયન ઘન મીટર છે. સપ્તાહ પૂર્વ ૨૯મી જૂનના રોજ ડેમમાં પાણીનો જથ્થો માત્ર ૫૫.૩૧ મિલિયન ઘન મીટર હતો.જેમાં નવું વરસાદી પાણી ઉમેરાયું છે. નોંધનીય છે કે, ધરોઈ ડેમમાં પાણીનો જીવંત જથ્થો સમાવવાની ક્ષમતા ૭૪૫.૬૨ ઘનમીટરની છે. જેના કારણે પાણીનો જથ્થો જીવંત જથ્થો ૧૨ ટકા એકઠો થયો છે, જે એક સપ્તાહ પૂર્વ માત્ર ૭.૪૨ ટકા જ હતો.ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ ડેમની સિંચાઇ યોજનામાં એક સપ્તાહ દરમિયાન ડેમમાં પાણીની સપાટી ૫.૭૪ ફૂટ પર પહોંચી છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ થતાં સપ્તાહ દરમિયાન પાણીની આવક શરૂ થઈ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news