ઇસરોએ ૪૨મો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી કમ્યુનિકેશન સેટેલાઇટ (CMS-01))નું લોંન્ચિંગ કર્યું છે. આ લોંન્ચિંગ બપોરે ત્રણ વાગેને ૪૧ મિનિટ પર PSLV-C50 રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતુ. કોરોના કાળમાં સેટેલાઈટનું આ બીજું પ્રક્ષેપણ છે.
CMS-01એ ભારતનો ૪૨મોં સંચાર ઉપગ્રહ છે. તે ભારતના ભૂમિ વિસ્તાર ઉપરાંત અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપને આવરી લેશે. આ વર્ષનું ઇસરોનું આ છેલ્લું મિશન પણ છે. આ સેટેલાઈટ સાત વર્ષ સુધી કામ કરશે.
૪૪ મીટર ઉંચા ચાર-સ્ટેજવાળા PSLV-C50 ‘XL” કોન્ફિગ્રેશનમાં PSLVની આ ૨૨મી ઉડાન છે. નોર્મલ કોન્ફિગ્રેશનમાં PSLV ચાર તબક્કા / એન્જિનવાળું રોકેટ છે. કોઈ મિશન માટે ઉપયોગમાં લેવાતા રોકેટની પસંદગી સેટેલાઈટના વજન અને તેની ભ્રમણકક્ષા પર આધારિત છે જ્યાં સેટેલાઇટને ચક્કર લગાવવાના છે.
લોંચ થયાના ૨૦ મિનિટ પછી PSLV-C50 સેટેલાઇટને ઇજેક્ટકરી દેશે. CMS-01 ઓર્બિટમાં GSAT-12ની જગ્યા લેશે. ૧૧ જુલાઈ, ૨૦૧૧ના રોજ ૧,૪૧૦ કિલો વજનનું GSAT-12ને લોન્ચ કરવામાં આવ્યો હતો. તેનું આયુષ્ય આઠ વર્ષનું હતુ.
આ પહેલા ISROએ સતિષ ધવન સ્પેસ સેન્ટરથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ -૧ (EOS-1) લોન્ચ કર્યો હતો. તે રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે.PSLV-C49 રોકેટ દ્વારા દેશના EOS-1ની સાથે ૯ વિદેશી ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યા હતા.