ફાયર એનઓસી વિનાની હાઈરાઈઝ બિલ્ડીંગો પર તવાઈ

મ્યુનિ. દ્વારા અગાઉ છેલ્લા ૪ દિવસથી હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસો આપવામાં આવી છે. જેમાં ૯ હાઇરાઇઝ બિલ્ડિંગ, ૫૯ જેટલી મિક્સ હાઇરાઇઝ અને ૪ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ મળીને મ્યુનિ. દ્વારા ૭૨ બિલ્ડિંગને નોટિસ પાઠવી ૩ દિવસમાં ફાયર એનઓસી માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે નોટિસો પાઠવવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો વીજ પુરવઠો, પાણી પુરવઠો અને ગટર કનેકશન કાપવાની મ્યુનિ. દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બે દિવસ પહેલાં પણ મ્યુનિ.એ ૩૦૦થી વધુ બિલ્ડિંગોને નોટિસ પાઠવી હતી અને ફાયર એનઓસી લઈ લેવાની તાકીદ કરવામાં આવી છે.

શહેરમાં મ્યુનિ. દ્વારા વધુ ૭૨ બિલ્ડિંગને ફાયર એનઓસી મુદ્દે નોટિસો આપવામાં આવી છે. નોંધનીય છેકે, મ્યુનિ. દ્વારા વારંવાર ટકોર કરવા છતાં પણ એનઓસી નહીં મેળવનાર હાઇરાઇઝ બિલ્ડિંગ સામે ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news