રાજકોટમાં પાણીચોરીના ચેકિંગમાં આવેલ અધિકારીઓને મહિલાઓ ભગાડ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ માટે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં ૧૨૧૭ ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા ૨૩ ઘર મળ્યા હતા. જેમાં ૫ને નોટિસ અને ૭ની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. ૩૩,૫૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સામાં રૂ.૨૦૦૦ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી રહી છે. તેમજ આવા લોકોને નોટિસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે. જો કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.૨૫૦નો દંડ વસુલ કરવામાં આવે છે.

સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ૬ વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં ૨ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને ૨ને નોટિસ આપવામાં આવી હતી. તેમજ તેઓ પાસેથી રૂ.૯૦૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ૬ વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં ૧ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને ૧ને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ.૧૦,૨૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ૧૧ વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં ૪ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને બેને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ.૧૪,૨૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.રાજકોટમાં પાણીચોરીને અટકાવવા મ્યુનિ.ની ટીમ ચેકિંગ ડ્રાઇવ કરી રહી છે. જેમાં મેયર ડો.પ્રદિપ ડવના વોર્ડ નં. ૧૨માં અધિકારીઓ ચેકિંગ માટે પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક મહિલાઓ રોષે ભરાઇને અધિકારીઓને ઉધડા લીધા હતા. સમયસર અને પુરતું પાણી નહીં મળતું હોવાથી મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. અધિકારીઓએ પણ તકનો લાભ ઉઠાવી ત્યાંથી ચાલતી પકડી હતી. ટુવ્હીલર પર અધિકારીઓ નીકળી રહ્યા હતા ત્યારે એક મહિલાએ કહ્યું હતું કે, એક્ટિવાની ચાવી કાઢી લો. આવાને જાવા જ ન દેવા જોઇએ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news