પાટણની કેનાલમાં પાણી છોડવાની માંગ કરતા ભાજપના પૂર્વ મહામંત્રી

પાટણ પંથકની સિંચાઇ વિભાગની રાજપુર કેનાલ તેમજ વત્રાસર કેનાલમાં એક પાણી (પાંચ દિવસ) માટે છોડવવામાં આવે તો ખેડૂતોની તકલીફ દુર થઇ શકે અને ગુગંડી પાટી,સાંડેસરા પાટી તેમજ પાટણ ગોલાપુર, રાજપુર, ઇલમપુર, બકરાતપુરા, શેરપુરા,ખારી વાવડી કુંણઘેર સહિત ૨૫થી વધારે ગામના ખેડૂતોના પાકને નુકસાન થતું બચાવી શકાય તેમ હોવાનુ જણાવતાં આ બાબતે પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ દ્વારા રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી રજૂઆત કરી આ બાબતે યોગ્ય કરવાની માંગ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સમક્ષ પાટણ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઉનાળાની સીઝનમાં બનાસકાંઠાની કેનાલોમાં પાણી આપવાની શરૂઆત કરી છે. ત્યારે પાટણ વિધાનસભા વિસ્તારના ખેડૂતોને પણ પાણી આપવામાં આવે તેવી માંગણી કરી હાલના સમયમાં પાણી છોડવામાં આવે તો શાકભાજી,બાજરી અને કઠોળ સહિત ગૌ-શાળા તેમજ પાંજરાપોળમાં પુરા પડાતા ઘાસચારામાં ખુબજ ફાયદો થાય તેમ છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news