ફરી એકવાર સરકાર વધુ ૫૦ ચીની એપ્સ બેન કરી
ભારત સરકારે અગાઉ TIKTOK અને PUBG મોબાઈલ સહિત ઘણી લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે PUBG મોબાઈલે કોઈક રીતે ભારતમાં પુનરાગમન કર્યું, ત્યારે ક્રાફ્ટને એક નવી ઓફિસની સ્થાપના કરી અને તેના ચીની ભાગીદાર સાથે સંબંધો તોડી નાખ્યા, પરંતુ દેશમાં TIKTOK પર પ્રતિબંધ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પહેલાથી જ ગાયબ થઈ ગઈ છે અને તેથી એવું લાગે છે કે આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં સામેલ થઈ શકે છે.
ભારત સરકારે ૫૦ વધુ સ્માર્ટફોન એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ચીની મૂળની હોઈ શકે છે. જો કે અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની કોઈ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી, પરંતુ ET નાઉના અહેવાલમાં સરકાર સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૦માં કુલ ૨૭૦ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ વર્ષ ૨૦૨૨માં સરકાર દ્વારા એપ પ્રતિબંધિત કરવાનું આ વર્ષમાં પ્રથમવાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પહેલાથી જ ગાયબ થઈ ગઈ છે અને તેથી એવું લાગે છે કે આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં સામેલ થઈ શકે છે.
હજી પણ ગેમના ડ્રિસ્ટ્રીબ્યુટર ગેરેના ઇન્ટરનેશનલ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. ઉપરાંત, હજી સુધી એપલ કે ગૂગલે આ ગેમના ગાયબ થવા અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. પ્રતિબંધિત એપ્સની સંપૂર્ણ યાદી વિશે બહુ ઓછી સત્તાવાર માહિતી બહાર આવી છે. જોકે, ET નાઉના અહેવાલ મુજબ, પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટાભાગે એપ્સના ક્લોનનો સમાવેશ થાય છે જે ભારતમાં ૨૦૨૦થી પ્રતિબંધિત છે. ૫૦ વધુ પ્રતિબંધિત એપ્સ સાથે, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સની કુલ સૂચિ લગભગ ૩૨૦ સુધી પહોંચી શકે છે.