કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કરશે ઓક્સિજન પ્લાન્ટ નું ઉદ્દઘાટન

ડુંગરાળ વિસ્તારો, ટાપુઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ ધરાવતા પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરતી વખતે દેશના દરેક જિલ્લામાં PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. ૭,૦૦૦થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને આ પ્લાન્ટ્‌સનું સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેઓ એકીકૃત વેબ પોર્ટલ દ્વારા તેમની કામગીરી અને પ્રદર્શનની વાસ્તવિક સમયની દેખરેખ માટે એમ્બેડેડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપકરણ સાથે આવે છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સવારે ૧૧ વાગ્યે AIIMS ઋષિકેશ, ઉત્તરાખંડમાં યોજાનારા કાર્યક્રમમાં ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત ૩૫ પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કરશે.  સમગ્ર દેશમાં PM Cares  હેઠળ કુલ ૧૨૨૪ PSAઓક્સિજન પ્લાન્ટ્‌સને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાંથી ૧૧૦૦થી વધુ પ્લાન્ટ્‌સ કાર્યરત થયા છે, જે પ્રતિદિન ૧૭૫૦ સ્‌ ઓક્સિજનનું ઉત્પાદન પૂરું પાડે છે. કોવિડ -૧૯ રોગચાળાના આગમનથી ભારતની મેડિકલ ઓક્સિજન પેદા કરવાની ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા લેવાયેલા સક્રિય પગલાંનું તે પ્રમાણ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news