મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

મેક્સિકો સિટીની બાજુમાં આવેલા રોમા સુર શહેરમાં વીજળી જતી રહી છે અને ડરી ગયેલા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.  મેક્સિકોના એક અન્ય હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદ બાદ એક નદીમાં પૂર આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે અચાનક પૂર આવવાના કારણે વીજળીના પુરવઠા અને ઓક્સિજન થેરાપીને અસર પહોંચી હતી અને સેન્ટ્રલ મેક્સિકોની એક હોસ્પિટલમાં ઓછામાં ઓછા ૧૭ દર્દીઓના મોત થયા હતા. જ્યારે ૫૬ લોકોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

મેક્સિકોમાં બુધવારે સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ૬.૯ની તીવ્રતાના હતા પરંતુ બાદમાં નેશનલ સીસ્મોલોજીકલ સર્વિસે મેક્સિકોના પ્રશાંત તટ ખાતે આવેલા ભૂકંપની તીવ્રતાને અપડેટ કરીને ૭.૧ કરી દીધી હતી.

ભૂકંપ પહેલા હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અનેક લોકોના મોત થયા હતા.  પહેલા કહેવામાં આવ્યું કે, મેક્સિકોના પ્રશાંત તટ ખાતે ૬.૯ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે પરંતુ બાદમાં અપડેટ કરીને ૭.૧ની તીવ્રતા કરી દેવામાં આવી. રાષ્ટ્રીય ભૂકંપીય સેવાના અહેવાલ પ્રમાણે ભૂકંપ આવ્યો ત્યારે રાજધાનીમાં સેંકડો કિમી દૂર ઈમારતો હલતી દેખાઈ હતી. લોકો ડરના માર્યા પોત-પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.  ભૂકંપનું એપીસેન્ટર ગ્યુરેરો રાજ્યમાં અકાપુલ્કોના દરિયા કિનારા રિસોર્ટથી ૧૪ કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. ભૂકંપ બાદ ત્યાંના રહેવાસીઓને અને પર્યટકોને રસ્તાઓ પર મોકલી દેવામાં આવ્યા હતા.  એક અહેવાલ પ્રમાણે ભૂકંપના કારણે અકાપુલ્કોમાં અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું. મેક્સિકો સિટની મેયર ક્લાઉડિયા શિનબામના કહેવા પ્રમાણે રાજધાનીમાં હાલ પૂરતા કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news