રાજ્યમાં ૨૦૨૫ સુધીમાં ૨.૮ કરોડ વાહનો સ્ક્રેપ થશેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સંમેલનમાં સૌથી પહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ નીતિન ગડકરીએ સંબોધન કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું.
મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની આ સંયુક્ત પહેલ આર્ત્મનિભર ભારત અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેમજ ગ્લોબલ ઓટોમોબાઇલ રીસાયકલીંગ સેક્ટરમાં ભારતની સ્થિતિને નવેસરથી પરિભાષિત કરશે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ગુજરાત ભારતના સૌથી મોટા ઓટોમોબાઇલ હબમાંથી એક છે. ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓ જેમકે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી તેમજ અન્ય ઘણી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ છે.
મોટા ઓટોમોબાઇલ નિર્માતાઓની સાથે રાજ્યમાં વાહનોની સંખ્યમાં પણ મોટો વધારો થયો છે. આ માટે આ જરૂરી બની ગયું છે કે આપણે જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે આગળ આવીએ અને આ માટે સુવિધાઓ પણ વિકસાવીએ.