રાજસ્થાનના બિકાનેરમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા

રાજસ્થાનના બીકાનેરમાં ગુરુવારે સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ માપવામાં આવી છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, ભૂકંપ સવારે ૭: ૪૨ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર બિકાનેરથી ૪૧૩ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં ૧૫ કિ.મી. જમીનની નીચે હતું. ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાનની જાણકારી મળી નથી. આ પહેલા બુધવાર પણ બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ માપવામાં આવી હતી.

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું અસલી કારણ ટેક્ટોનિકલ પ્લેટોમાં થતી મજબૂત હિલચાલ છે. આ ઉપરાંત ઉલ્કાના પ્રભાવો અને જ્વાળામુખી વિસ્ફોટ, માઇન ટેસ્ટિંગ અને પરમાણુ પરીક્ષણના કારણે ભૂકંપ પણ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર ૨.૦ અથવા ૩.૦ ની તીવ્રતાનો ભૂકંપ હળવો હોય છે, જ્યારે ૬ની તીવ્રતાનો અર્થ શક્તિશાળી હોય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news