બર્ડ ફ્લૂનો ફૂંફાડો, દિલ્હી AIIMSમાં ૧૧ વર્ષના બાળકનુ મોત

હરિયાણાના ૧૧ વર્ષના બાળકનું મંગળવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં મોત થયું છે. આ બાળક ૐ૫દ્ગ૧થી સંક્રમિત હતો જેને એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતમાં મનુષ્યમાં H5N1vનો આ પ્રથમ કેસ છ અને ચાલુ વર્ષે બર્ડ ફ્લૂથી પ્રથમ મોત થયું છે. પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં આ સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ ઈન્ફ્લુએન્ઝા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એનઆઈવીએ તેના નમૂનાની ચકાસણી કર્યા બાદ તે H5N1 પોઝિટિવ હોવાની ખાતરી કરી હતી. આ બાળકનું નામ સુશીલ હતું અને તેને ન્યુમોનિયા તેમજ લ્યુકેમિયા સાથે ૨જી જુલાઈએ એઈમ્સમાં દાખલ કરાયો હતો. બાળકના સંપર્કમાં આવેલા હોસ્પિટલના તમામ કર્મચારીઓને પણ સંભવિત સંક્રમણના લક્ષણો અને રિપોર્ટ કરાવવા માટે આઈસોલેટ કરવામાં આવ્યા છે.  

સુશીલના ગામમાં પણ H5N1ના વધુ કેસ અંગે તપાસ કરવા કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની એક ટીમને હરિયાણા મોકલવામાં આવી છે. ચાલુ વર્ષે હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂની લહેરને પગલે કેટલાક પશુઓ મૃત મળતા સંખ્યાબંધ મરઘાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

અગાઉ મળેલું સંક્રમણ વાયરસનો જુદ પ્રકાર H5N8 હતો જે નિષ્ણાતોના મતે મનુષ્ય માટે ઓછો જોખમી છે. કેન્દ્ર સરકારે તકેદારીના પગલારૂપે મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ સહિત કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પોલ્ટ્રીમાં કેટલાક બર્ડ ફ્લૂના કેસ હોવાની પુષ્ટિ કરી હતી અને વ્યાપક રીતે મરઘાઓનો નાશ કરવાની કવાયત હાથ ધરાઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news