ગ્લોબલ વૉર્મિંગ ક્યા કારણોસર શક્તિશાળી બનતું જઈ રહ્યું છે…..?
વિશ્વની મહાસત્તાઓ અને વિકાસશીલ દેશોની વિકાસની આંધળી દોડમાં વિશ્વને કઈ હદે નુકસાન પહોંચાડશે તે કહી શકાય તેમ નથી.જે તે દેશોની વિકાસની આંધળી દોટ અને વિકાસ કાર્યોની સ્પર્ધામાં કુદરતી સંપદાઓનુ એટલું બધું હદ બહાર નિકંદન કાઢી નાખ્યું છે કે ગ્લોબલ વોર્મિગ સસર્જાવાની શરૂઆત થઈ અને અત્યારે એ હદે શક્તિશાળી બની ગયું છે કે વિશ્વના દેશો અને તેની માનવજાતને વિવિધ રીતે ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું છે કે જેથી માનવજાત સુધરે….. સમજી જાય અને કુદરતી સંપદા વધારવામાં જોતરાઈ જાય…. પરંતુ આ તો માનવજાત… સમજે તો ને…..!
વિશ્વભરમા મોસમોમા મોટા ફેરફાર કરી નાખ્યા છે તે સાથે ગરમી એ હદે વધવા લાગી છે કે સમુદ્રના પાણી પણ ગરમ થવા લાગ્યા છે. અને આ કારણે વાવાઝોડા ત્રાટકવાની સંખ્યામાં વધારો થયો છે પરંતુ સમુદ્રના પાણી ગરમ થવાના કારણે વાવાઝોડા શક્તિશાળી બની જઈને ત્રાટકે છે જે વાવાઝોડા મોટા પ્રમાણમાં વિનાશક હોય છે અને ભરપૂર નુકસાન કરે છે. તો ગરમી પણ એ હદે વધી ગઈ છે કે બરફ આચ્છાદિત વિસ્તારોના બરફ ઓગળવા લાગ્યા છે અને તેના કારણે વિશ્વના અનેક દરિયાકાંઠાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થવા લાગ્યા છે. વરસાદી મોસમ બદલાવા સાથે વરસાદ સમય ખેંચાવા લાગ્યો છે અને ગરમીના દિવસો વધવા લાગ્યા છે.. આ બધું છતાં વિશ્વના દેશો ગ્લોબલ વોર્મિંગ વધતું રોકવા માટે મીટીગો કરે છે… કાર્બન ઘટાડવાની વાતો કરે છે…. પરંતુ કુદરતી સંપદાઓનુ નિકંદન કાઢે છે તે અટકાવવાનું નામ લેતા નથી કે જળ અને વાયુ પ્રદૂષણ અટકાવવા કડક પગલા લેવાની વાત કરતા નથી. પરંતુ હવાઈ જહાજથી લઈને વિવિધ પ્રદુષણ ઓકતા વાહનો, વધારતા રહ્યા છે, જળ વાયુના ઝેરી પ્રદુષણ ઓકતા ઉદ્યોગો વધારતા રહે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ ઘટવાને બદલે શક્તિશાળી બનતું વધી રહ્યું છે અને બનતું જઈ રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેના દુષ્કર પરિણામો પણ આવી રહ્યા છે…. છતાંય……!
ભારતની વાત કરીએ તો ક્લાઇમેન્ટ ચેન્જના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યા છે. વર્ષાઋતુની પેટર્ન બદલાઇ રહી છે. દેશમાં ઉનાળો વીતી જવા છતાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. ગરમીનો પારો ખૂબ ઊચે પહોંચી રહ્યો છે. જ્યારે દેશના વિસ્તારોમાં હાલના સમયમાં વરસાદી માહોલ છવાઇ ગયેલો હોય છે. પરંતુ ભારતના લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને વરસાદ દૂર જતો રહ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે તે સાથે લોકોના જીવન બેહાલ બની ગયા છે. ટૂંકમાં જો આ જ રીતે તાપમાન વધતુ રહ્યું તો આવનાર સમયમાં ઋતુકાળમાં ખતરનાક ફેરફારો આવી શકે છે.
વરસાદનું પ્રમાણ અને પેટર્ન એવી બદલાઈ જશે કે અનેક વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે તો અનેક વિસ્તારો અતિવૃષ્ટી થતાં ભારે તબાહ થઈ જશે, થ જમીનો ફળદ્રુપતા ગુમાવશે, કૃષિ ઉત્પાદનો ભયજનક રીતે ઘટી જશે.જેના કારણે કરોડો લોકો ભૂખમરામા સપડાઈ જશે. રૂતુકાળમા ફેરફારને કારણે લોકો સ્થળાંતર કરવા તરફ જશે જેના કારણે અસ્થિરતા ઊભી થશે તથા આંતરિક દુષ્કર સંઘર્ષ વધશે અને તેનું કારણ ગરમી વધવા સાથે લોકોની ગરમી સહન કરવાની ક્ષમતા પણ ઘટી જવા લાગી છે. ત્યારે આમ લોકોએ હવે કુદરતી સંપદાની સુરક્ષા કરવા સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા તરફ તથા વરસાદી વેડફાતા જળ જમીનમાં ઉતારવા તરફ વિશેષ ધ્યાન આપવું પડશે…. અને ત્યારે પૃકૃતિ મૂળ સ્વરૂપે આવતા માનવ જીવન સુખ શાંતિ પામી શકશે…..!