ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે બાઈડેને ઈમરાનખાનને આમંત્રણ સુધ્ધાં ના આપ્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ છે .પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યુ પણ છે.
જોકે જો બાઈડને પાક પીએમ ઈમરાનખાનની ધરાર ઉપેક્ષા કરી છે. તેમને આમંત્રણ પણ આપ્યુ નથી અને તેનાથી ઈમરાનખાન દુખી થઈ ગયા છે. ઈમરાનખાને સોશિયલ મીડિયા પર બળાપો કાઢતા કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને આ કોન્ફન્સમાં સામેલ થવા માટે નિમંત્રણ નહી આપવા બદલ ઉઠી રહેલા અવાજાેના કારણે પરેશાન છું. મારી સરકારની પર્યાવરણ નીતિ ભાવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે અને તેના પર અમલ થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનની ભાવી પેઢીને સ્વચ્છ અને હર્યુભર્યુ વાતાવરણ પાકિસ્તાનમા મળે.
પીએમ ઈમરાનખાને જાતે જ પોતાની સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ૧૦ કરોડ વૃક્ષ લગાવવાના અને નદીઓને સ્વચ્છ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. અમારી પોલીસના વખાણ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રમુખ બન્યા બાદ બાઈડેને અત્યાર સુધી ઈમરાનખાન સાથે ફોન પર પણ વાત સુધ્ધા કરી નથી. આમ અમેરિકન પ્રમુખની ઉપેક્ષાના કારણે પાકિસ્તાની વડાપ્રધાન દુખી થઈ ગયા છે અને સાથે સાથે ભારતને જે રીતે મહત્વ મળી રહ્યુ છે તેનાથી પણ તેમને તકલીફ થઈ રહી હોય તેમ લાગે છે.