દહેજ રિલાયન્સમાં એસિડનો પાઇપ ફાટતા મચી અફરાતફરીઃ ૩ દાઝયા અને ૧નું મોત
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં નાનામોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવામાં ગતરોજ રાત્રીના ૯ વાગ્યાંના અરસામાં દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફટયો હતો. રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફાટતા અફરા તફ્રીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
આધારભૂત માહિતી મુજબ એસીટિક એસિડનો પાઇપ કંપનીના પીટીએ / ૬પ્લાન્ટમાં ફટયો હતો.
જેના પગલે કોન્ટ્રાકટ પદ્ધતિમા ફ્રજ બજાવતા બહાદુર મુનીલાલ ઉ વ. ૩૧, ગૌતમ હરધાન ઉ વઃ ૬૦રહે પ. બગાળ તેમજ સુરેશ કુમાર રામકુમાર ઉ વઃ ૫૨ રહે હરિયાણા ગંભીર રીતે દાઝી ગયો હતો. જે પેકી બહાદુર મુનીલાલ રહે ઉત્તરપ્રદેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે અન્ય બે ઇજા ગ્રસ્તો ને સારવાર અર્થે વડોદરા લઈ જવાયા છે મરીન પોલીસ બનાવની તપાસ કરી રહી છે