ફ્લાવર શોઃ શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે. ૩૦ ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે. આ વર્ષના ફ્લાવર શોમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. ૧૨ વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. ૩૦ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ૧૭ દિવસ સુધી ફ્લાવર શો ચાલશે. ૧૨ વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે ૫૦ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.

વર્ષ ૨૦૧૩થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થાય છે. એએમસી દ્વારા આગામી ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૦માં ફલાવર શોની આગામી ૩૦ ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થશે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્‌સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. મીલેટ્‌સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્‌સ આઈટમ રાખવામાં આવશે. તો ૧૫૦થી વધુ પ્રજાતિના ૭ લાખથી વધુ રોપાની મજા મુલાકાતીઓ માણી શકશે. ૩૦ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી મળી કુલ ૧૭ દિવસ ફલાવર શો ચાલશે.

એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે. ૧૭ દિવસ દરમ્યાન મળી ૧૦ લાખથી વધુ લોકો મુલાકાત કે એવી સંભાવના છે. આગામી ફલાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી ફલાવર વોલ બનાવવાનું આયોજન કરાયું છે. ૪૦૦ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવવા એએમસીનું આયોજન છે.  પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા , બીગુનિયા , એસ્ટર , મેરીગોલ્ડ , કેક્ટસ , ઓર્ચિડ , લીલી, ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ રોપા જોવા મળશે.

આ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષમ સરદાર પટેલનું સ્ચેચ્યુ હશે. આ ઉપરાંત નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ બની રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોમાં ૧૨ વર્ષથી ઉપરના માટે રૂપિયા ૫૦ ફી રાખવામા આવી છે. તો શનિવાર અને રવિવાર માટે રૂ.૭૫ પ્રવેશ ફી રાખવામાં આવશે. શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.  તો બીજી તરફ, ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂકાયો છે જેમાં હજારોની સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો લાભ લેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news