કેન્દ્રીય મંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સંકેત આપી દીધા!
નવીદિલ્હી: ઈઝરાયલ-ફિલિસ્તીન જંગની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સરકાર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. હકીકતમાં જોઈએ તો, મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ બાદ ક્રૂડ ઓયલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. તેની પાછળનું મોટું કારણ એ છે ક્રૂડ ઓયલની ઉપલબ્ધતા. જો ક્રૂડ ઓયલની સપ્લાઈ ઓછી થશે તો કિંમતોમાં વધારો થવો નિશ્ચિત છે. જે બાદ સરકારને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે.
ફ્યૂલની કિંમતો પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે ત્રણ મોટા પડકારો સામે લડી રહ્યા છીએ. ઉપલબ્ધતા, સામર્થ્ય અને સ્થિરતા. હાલમાં અમને ઉપલબ્ધતાને લઈને ચિંતા નથી, કારણ કે જે દેશોમાંથી આપણે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, તેની સંખ્યા ૨૭થી વધીને ૩૯ થઈ ગઈ છે. જો એક જગ્યાએ સમસ્યા થશે તો બીજી જગ્યાએ સપ્લાઈ ચાલું રાખીશું. જ્યાં સુધી સામર્થ્યનો સવાલ છે, તો તે ઉપલબ્ધતા સાથે જાડાયેલ છે. કિંમતો વધી શકે છે. જે બજારમાં ઉપલબ્ધ તેલની માત્રા અચાનક ઓછી થઈ જાય છે. સ્થિરતા માટે અમે હરિત ઊર્જા સંક્રમણમાં પોતાની સ્થિતિને નબળી થવા દીધી નથી.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કહ્યું કે, ભારત આતંકવાદ વેઠી રહ્યું છે અને હંમેશા આતંકવાદની નિંદા કરતું આવ્યું છે અને કરતું રહેશે. ચંડીગઢ પહોંચેલા હરદીપ પુરીએ કહ્યું કે, આજે સવાલ એ નથી કે, આતંકવાદની પરિભાષા શું છે. કારણ કે અમુક માટે આતંકવાદી ફ્રીડમ ફાઈટર્સ હોય શકે છે. અમુક માટે આતંકવાદી, પણ આજે મુદ્દો એ છે કે, માસૂમ નાગરિકોને કોઈ પણ ભોગે ટાર્ગેટ ન કરવા જોઈએ, કારણ ભલે ગમે તે હોય. તમે નિર્દોષ નાગરિકોને ન મારી શકો. જો તમે રાક્ષસને ખાવાનું ખવડાવશો તો રાક્ષસ આપને જ ખાઈ જશે. અમે તેની વિરુદ્ધમાં છીએ. આતંકવાદી સૌથી પાયાના અધિકાર જીવવાના અધિકારને છીનવી લે છે. તેમણે કહ્યું કે, ભારત એ નક્કી કરી રહ્યું છે કે, પેટ્રોલિયમની સપ્લાઈ પ્રભાવિત ન થાય અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.