દિલ્હી-એનસીઆરમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ખૂબ જ જારદાર આંચકા અનુભવાયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ હતી. આ ભૂકંપ બપોરે ૨.૫૩ કલાકે આવ્યો હતો.સોમવારે સાંજે પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને ઉત્તર પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી છે. જો કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.

મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અંદાજે ૫.૨ હતી. ભૂકંપના સૌથી વધુ આંચકા ઉત્તર પશ્ચિમ બંગાળ એટલે કે સિલિગુડી, દાર્જિલિંગ અને કૂચ બિહારમાં અનુભવાયા હતા. ત્રિપુરા અને આસામના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. National Center for Seismology મુજબ ભૂકંપ મોડી રાત્રે ૧૧ કલાકે આવ્યો હતો. રિએક્ટલ સ્કેલ પર તેની તીવ્રતા અંદાજે ૫.૧ માપવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરથી અંદાજે ૬૬ કિમી દુર હતુ. જે મ્યાન્મારની પાસે સ્થિત છે. પરંતુ ભૂકંપના ઝટકા આસામની સાથે અરૂણાચલ પ્રદેશમાં પણ અનુભવાયા છે.

હરિયાણામાં એક દિવસ પહેલા ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક હતુ. રિએક્ટલ સ્કેલની તીવ્રતા ૨.૬ માનવામાં આવી રહી છે.ભૂકંપના આ આંચકા રાત્રે અંદાજે ૧૧.૨૬ મિનિટે આવ્યા હતા. ખાસ વાત એ છે કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી માત્ર ૫ કિમી ઊંડે હતું. આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં રોહતકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news