ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશેનું જણાવવામાં આવી રહ્યું છે જો કે તે બાદ છુટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. જ્યારે જૂનાગઢ. સોમનાથ, અને રાજકોટમાં  ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે જ્યારે અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ તો અત્યાર સુધી સિઝનનો ૬૫% વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. ત્યારે મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે રહેવાના છે ત્યારે દ્વારકામાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદી સ્થિતિને જોતા ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ૩ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે જે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આથી ૩ દિવસ બાદ રાજ્યભરમાં  છુટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે આ ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. જેમાં દ્વારકામાં અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news