સિલિન્ડર બ્લાસ્ટથી પરિવારના ૬ લોકો જીવ ગુમાવ્યા, દુર્ઘટના પછી અફરાતફરી મચી

હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પ વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે જે સમયે ગેસ સિલિન્ડરમાં આગ લાગી, ત્યારે સવારનો નાસ્તો બનાવવાની તૈયારી ચાલી રહી હતી. જેમાં સમગ્ર ઘર આગની ઝપેટમાં આવી ગયું હતુ. આગ ઝડપથી ફેલાઈ જતા વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ જેમાં સમગ્ર પરિવારના સભ્યો બેડ પર જ ભડથું થઈ ગયા હતા. તેમને બહાર નીકળવાનો કે બુમો પાડવાનો પણ સમય જ ન મળ્યો. આગ લાગવાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જ્યાં સુધી પાડોશી પહોંચ્યા ત્યાં સુધીમાં બધુ બળીને ખાખ થઈ ગયું હતુ. પાલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તમામ મૃતકો ભાડે રહેતા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે. દુર્ઘટના બાબતની જાણ થતાં જ આપસાપના લોકોની ભીડ ઉમટી પડી હતી. પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ દરમિયાન બીષણ આગમાં આખો પરિવાર જીવતો સળગીને ભડથું થઈ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈપણને ઘરની અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાંથી કોઈ કેમ બચી શક્યું નથી. જ્યારે તેઓ બધા કઈ રીતે સંપૂર્ણપણે જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. બાળકોમાં ૨ છોકરીઓ અને ૨ છોકરાઓ છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધું અચાનક બન્યું જેના કારણે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક મળી ન હતી. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે.

ડીએસપી હેડક્વાર્ટર ધરમબીર ખર્બેએ જણાવ્યું કે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો. તેમણે ચા બનાવવા માટે ગેસ સળગાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ ધડાકો થયો હતો અને આગ લાગી હતી. જેના કારણે આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. આનાથી અંદર ગૂંગળામણ થઈ અને બધા મૃત્યુ પામ્યા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news