દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં વિસ્ફોટ થતા 6નાં મોત
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં રવિવારની મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદાર હજુ લાપતા છે. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ અંગે મળતી માહિતી પ્રમામે, દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે રાતે અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. જેના કારણે ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. જોના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરદૂરથી ઉડતા જોવા મળી રહ્યા હતા. આગને કારણે બધુ જ બળીને ખાખ થઇ ગયુ. ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડની ટીમે કલાકો આગ પર કાબૂ મેળવવનો પ્રયાસ કર્યો હતો. આ વિકરાળ આગે પાંચ લોકો દાઝી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે એક વ્યક્તિ લાપતા બન્યો હતો.
કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં સવારે બ્લાસ્ટ સાથે પ્રચંડ આગ ફાટી નીકળવાની ઘટના ઘટી છે. જેમા પાંચ કામદારના મોત નીપજ્યા હતાં. આ બનાવમાં દાઝેલા ૧૫ કામદારોને હાલોલની રેફરલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટની ઘટના પછી હાલોલ- ઘોઘંબા માર્ગ ઉપરાંત કંપનીની આજુબાજુના પાંચ કિ.મી. વિસ્તારના તમામ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. ઘટનાસ્થળની નજીક ત્રણ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી.