ગુજરાતના ૨૬ તાલુકામાં ૪ થી ૧૦ ઇંચ જેટલો વરસાદ
ગુજરાત રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ૨૦૦ થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૫૦ થી વધુ તાલુકામાં બે કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકમાં જ વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આ તરફ ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જાેવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા ૭ ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા ૭ ઈંચ વરસાદ છે.