જૂનાગઢ જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત, ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઈને કે ગોડાઉન કક્ષાએ કોઇપણ રકમ ચુકવવાની રહેતી નથી, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઈ છે.

સરકારે ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૦૧૫ (પ્રતિ મણ રૂ.૪૦૩ )ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો નિગમ લી.મારફતે ખરીદી કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે થી તા.૩૧-૩-૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને અપીલ કરાઈ છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭,૧૨,૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news